અમદાવાદના ગુરૂકુળ પાસે મેસર્સ આર્કોન એન્જીકોન લિમિટેડ કંપની દ્રારા નવા પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ અને ટેલિકોમ ટાવર્સના કંટ્રક્શન માટે રાષ્ટ્રીય અને પ્રાઇવેટ બેંકોમાં લોન મેળવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાની ફરિયાદ ગાંધીનગર સીબીઆઇમાં થઇ છે. એસબીઆઇ અને આઇડીબીઆઇ બેંકએ મુંબઇ સીબીઆઇમાં કંપની અને તેના ડાયરેક્ટરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જેમાં એસબીઆઇ બેંકના 182 કરોડ અને આઇડીબીઆઇ બેંકના વ્યાજની સાથે 156 કરોડ મળીને કુલ 338 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સીબીઆઇની ફરિયાદમાં કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ચંદ્રશેખર બાલકૃષ્ણન પંચાલ, નેહલ ચંદ્રશેખર પંચાલ, અજીત રાણા અને દેવેંદ્ર સુનિલ મિશ્રા સહિત અજ્ઞાત સરકારી કર્મચારીઓને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે.
આઇડીબીઆઇ બેંકના જનરલ મેનેજર અમિત કુમાર નંદાએ ગાંધીનગર સીબીઆઇમાં ફરિયાદ કરી છે કે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ચંદ્રશેખર બાલકૃષ્ણન પંચાલ, ડાયરેક્ટૅર નેહલ ચંદ્રશેખર પંચાલ જેમની રજિસ્ટર્ડ ઓફિસ ગુરૂકુલ પાસે શ્યામ સુંદર કોમ્પ્લેક્સમાં છે.
મેસર્સ આર્કોન એન્જીનકોન લિમિટેડ કંપનીએ નવા પાવર ટ્રાંસમિશન પ્રોજેક્ટ અને ટેલિકોમ ટાવર્સ માટે કંન્સ્ટ્રકશન કંપની માટે બેંકમાંથી 83 કરોડૅની લોન લીધી હતી. લોનના હપ્તા તથા લોનની રકમ નહી ભરીને બેંક સાથે 156 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. બેંક દ્રારા મેર્સ આર્કોન એન્જીકોન લિમિટેડ કંપની અને તેના ડાયરેક્ટરો વિરૂદ્ધ બેકિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં કંપની દ્રારા બેંકમાં રૂપિયા નહી આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.
આ ઉપરાંત એસબીઆઇ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર જીતેન્દ્ર શંકરે મુંબઇ સીબીઆઇમાં ફરિયાદ નોંધાવી છે કે મેસર્સ આર્કોન એન્જીકોન લિમિટેડ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ચંદ્રશેખર બાલકૃષ્ણ પંચાલ સહિત અન્યએ બેંકમાંથી લોન લઇને કુલ 186 કરોડની છેતરપિંડી કરે છે. હાલ સીબીઆઇએ કેસ દાખલ કર્યો છે. સીબીઆઇ દ્રારા આગામી દિવસોમાં કંપનીની ઓફિસ તથા તેના ડાયરેક્ટરોનાઘરે પણ સર્ચ ઓપરેશન કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.