સાબરમતી-જોધપુર એક્સપ્રેસ, સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ અને ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનોના પરિચાલન સમયમાં ફેરફાર
ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (11:21 IST)
રેલવે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 14820/14819 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ, ટ્રેન નંબર 14804 સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ તથા ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનના પરિચાલન સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ
ટ્રેન નંબર 14820 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 19 ઓગસ્ટ 2022 થી સાબરમતી થી 07.45 કલાકના સ્થાને 06.40 કલાકે ઉપડીને 07.35 કલાકે મહેસાણા, 08.10 કલાકે પાટણ, 09.35 કલાકે ભીલડી, 10.10 કલાકે ધનેરા, 10.40 કલાકે રાનીવાડા, 11.08 કલાકે મારવાડ ભીનમાલ, 11.38 કલાકે મોદરન, 12.08 કલાકે જાલોર, 12.36 કલાકે મોકલસર, 13.05 કલાકે સમદડી, 13.42 કલાકે દુંદાડા, 13.55 કલાકે લૂણી, 14.24 કલાકે ભગત કી કોઠી તથા 14.55 કલાકે જોધપુર પહોંચશે.
ટ્રેન નંબર 14818 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ 19 ઓગસ્ટ 2022 થી જોધપુર થી 11.15 કલાકના સ્થાને 11.50 કલાકે ઉપડીને 11.56 કલાકે ભગત કી કોઠી, 12.21 કલાકે લૂણી, 12.47 કલાકે દુંદાડા, 13.05 કલાકે સમદડી, 13.36 કલાકે મોકલસર, 14.18 કલાકે જાલોર, 14.48 કલાકે મોદરન, 15.12 કલાકે મારવાડ ભીનમાલ, 15.40 કલાકે રાનીવાડા, 16.11 કલાકે ધનેરા, 17.05 કલાકે ભીલડી, 17.55 કલાકે પાટણ, 18.33 કલાકે મહેસાણા તથા 20.05 કલાકે સાબરમતી પહોંચશે.
ટ્રેન નંબર 14804 સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ 19 ઓગસ્ટ 2022 થી સાબરમતી થી 21.45 કલાકના સ્થાને 23.00 કલાકે ઉપડીને 23.48 કલાકે મહેસાણા, 00.20 કલાકે પાટણ, 01.45 કલાકે ભીલડી, 02.38 કલાકે રાનીવાડા, 03.07 કલાકે મારવાડ ભીનમાલ, 03.28 કલાકે મોદરન, 03.59 કલાકે જાલોર, 04.36 કલાકે મોકલસર, 04.55 કલાકે સમદડી, 05.38 કલાકે લૂણી, 06.20 કલાકે ભગત કી કોઠી તથા 06.45 કલાકે જોધપુર પહોંચશે. તથા જોધપુર અને જેસલમેર વચ્ચે રોકાણ અને સંચાલન સમય યથાવત રહેશે.
ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ 18 ઓગસ્ટ 2022 થી ગાંધીધામ થી 22.00 કલાકના સ્થાને 23.05 કલાકે ઉપડીને 23.57 કલાકે સામાખ્યાળી, 01.38 કલાકે રાધનપુર, 03.00 કલાકે ભીલડી, 04.28 કલાકે મારવાડ ભીનમાલ, 05.20 કલાકે જાલોર તથા 08.35 કલાકે જોધપુર પહોંચશે.
ટ્રેનોના પરિચાલન સમય, હોલ્ટ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટેઆ માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે.
એપમાં જુઓ x