કેડીલા ફાર્માને મળ્યો બ્રાન્ડ લીડરશીપ અને બેસ્ટ એમ્પલોયર એવોર્ડ

શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (20:47 IST)
અમદાવાદની ફાર્મા ક્ષેત્રની અગ્રણી કંપની કેડીલા ફાર્માસ્યુટિકલ્સનું ઉદ્યોગ ક્ષેત્રે ઉત્તમ કામગીરી દાખવવા બદલ છેલ્લા 3 માસમાં પાંચમી વાર બહૂમાન કરવામાં આવ્યું છે. કેડીલાને પ્રતિષ્ઠિત “બ્રાન્ડ લીડરશીપ એવોર્ડ” અને CMO.Asia નો “બેસ્ટ એમ્પલોયર બ્રાન્ડ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
 
ફાર્મા ક્ષેત્રની અમદાવાદ સ્થિત અગ્રણી કંપની કેડીલા ફાર્માસ્યુટીકલ્સનુ બુધવારે પ્રતિષ્ઠિત “બ્રાન્ડ લીડરશીપ એવોર્ડ” અને CMO ASIA ના “બેસ્ટ એમ્પલોયર બ્રાન્ડ એવાર્ડ” વડે બહૂમાન કરવામાં આવ્યું છે. તા. 25 સપ્ટેમ્બર,2019 ના રોજ અમદાવાદમાં યોજાયેલા એક સમારંભમાં આ એવોર્ડઝ એનાયત કરવામાં આવ્યા હતા.
 
‘ગુજરાત બેસ્ટ બ્રાન્ડ એવોર્ડઝ’ એ બ્રાન્ડની ઓળખ ઉભી કરતા સ્વતંત્ર એવોર્ડઝ છે. ગુજરાતમાં ઈનોવેટીવ અને અસરકારક માર્કેટીંગ પ્રણાલી વડે અભૂતપૂર્વ સફળતા હાંસલ કરનાર બ્રાન્ડઝ અને માર્કેટીયર્સને આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડઝમાં માત્ર નાણાંકીય મૂલ્યાંકન જ નહી પણ ગ્રાહકની પસંદગીને પણ સ્થાન  આપવામાં આવે છે. આ એવોર્ડ માત્ર મેરીટ પારખીને  તથા બ્રાન્ડ બીલ્ડીંગ અને માર્કેટીંગની પહેલને ધ્યાનમાં રાખીને અપાય છે.
 
કેડીલા ફાર્માસ્યુટીકલ્સ એક અખબારી યાદીમાં જણાવે છે કે “અમે સતત ગુણવત્તા યુક્ત અને પોસાય તેવી  દવાઓમાં ધ્યાન આપી રહ્યા છીએ.  અમારી અધિકૃત બ્રાન્ડઝને જે બહૂમાન હાંસલ થયું છે તેને કારણે અમને પ્રોત્સાહન મળ્યું છે. ”
કેડીલા ફાર્માસ્યુટીકલ્સને તાજેતરમાં વિવિધ એવોર્ડઝ પ્રાપ્ત થતાં બહૂમાન હાંસલ થયું છે કંપનીને તેના શિખવાની તથા વિકાસની પહેલને કારણે ટીસ લીપવોલ્ટ સમિટમાં તથા કર્મચારીઓ સાથે મૈત્રીપૂર્ણ અને ભવિષ્યલક્ષી વ્યવહાર બદલ ઓબઝર્વ નાઉ ફ્યુચર ઓફ વર્કપ્લેસ એવોર્ડ અને તાજેતરમાં બેસ્ટ વેરહાઉસ વર્કફોર્સ એવોર્ડ તથા વર્લ્ડસ્ટાર પેકેજીંગ એવોર્ડ એનાયત કરાયો હતો.
 
કેડીલા ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ ભારતની સૌથી મોટી પ્રાઈવેટલી હેલ્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓમાં થાય છે. આ કંપની છેલ્લા 6 દાયકાથી દુનિયાભરના દર્દીઓ માટે પોસાય તેવી દવાઓ વિકસાવીને તેનુ ઉત્પાદન કરી રહી છે. આ કંપની ઈનોવેશન આધારિત ડ્રગ ડીસ્કવરી પ્રક્રિયા ધરાવે છે અને વિશ્વના દર્દીઓના આરોગ્ય અને સૌષ્ઠવની કાળજી રાખે છે.દર્દીઓની  કાળજી રાખવામાં માનતી કંપની તરીકે કેડીલા સંશોધન અને ક્લિનિકલ પ્રેકટીસમાં સર્વોચ્ચ નીતિવિષયક ધોરણોનુ પાલન કરે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર