ખેડૂત માટે લેવાયો મોટો નિર્ણય, શેરડીના ભાવમાં વધારો

બુધવાર, 25 ઑગસ્ટ 2021 (15:16 IST)
ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આજે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમા શેરડી પકવતા ખેડૂતોને આનો મોટો લાભ મળશે. શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 5 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.  કેબિનેટ અને સીસીઈએની બેઠકમાં શેરડીની FRPમાં લગભગ 5 રુપિયાના વધારાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો જેને મંજૂરી આપી દેવાઈ. FRP વધવાથી ખાંડની છૂટક કિંમત અને એથલોનની કિંમત વધારાનો માર્ગ મોકળ થઈ જશે. 
 
નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં શેરડીની FRP  5 રૂપિયા પ્રતિ ક્વિંટલ વધારવાની મંજૂરી આપી દીધી છે. થોડાક દિવસો પહેલા ખાદ્ય મંત્રાલયે આ મામલાને લઈને કેબિનેટ નોટ જાહેર કરી હતી. તમને જણાવી દઈએ કે ગત સિઝનમાં કેન્દ્ર સરકારે એફઆરપીને 10 રૂપિયા પ્રતિ ક્વિંટલ વદારીને 285 રૂપિયા કરી દીધા છે. ખાંડનું વર્ષ ઓક્ટોમ્બરમાં શરૂ થાય છે. અને હવેના વર્ષે એટલેકે આગમી વર્ષના સપ્ટેમ્બરમાં ખત્મ થઈ જશે. આ ભાવ વધારાથી ખેડૂતોને ફાયદો થશે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર