મોંઘવારીનો નિપટારો કરવા હવે જીવનજરૂરી વસ્તુઓના ભાવ સરકાર નક્કી કરશે

સોમવાર, 12 સપ્ટેમ્બર 2016 (12:17 IST)
મોંઘવારીને નિપટવા માટે રીટેલ બજારમાં દાળ, દુધ, ખાંડ, ખાદ્યતેલ અને બીજી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવોને લઈને સરકાર એક મોટી પગલુ ભરવા જઈ રહી છે. ખુલ્લા અને પેકડ આઈટમ્સના ભાવમાં ભારે અંતરને જોતા એ નિર્ણય લેવામાં આવ્યો છે કે જરૂરી વસ્તુઓના ભાવો સરકાર તરફની નકકી કરવામાં આવે. જો આવુ થશે તો કોઈપણ દુકાનદાર નક્કી કરેલી કિંમત કરતા વધુ ભાવે કોઈપણ ચીજવસ્તુઓ વેચી નહીં શકે.
 
 છેલ્લા કેટલાક સમયથી દાળ અને કઠોળના ભાવોમાં ભારે ઉછાળો આવ્યો છે તેનાથી બોધપાઠ લેતા અને ખુલ્લા અને પેકડ દાળના ભાવમાં અંતરને જોતા ગ્રાહક મામલાના મંત્રાલયે પેકીંગમાં વેચાતા સામાનને લઈને નિયમોમાં ફેરફાર કર્યા છે કે જેથી સરકાર રીટેલ ભાવ નક્કી કરી શકે, એટલે કે છુટક વેચાણના ભાવ નક્કી કરી શકે.  આ નિયમોમાં ફેરફારો જણાવે છે કે, જો કોઈપણ આવશ્યક ચીજવસ્તુઓનો છુટક ભાવ નક્કી કરવામાં આવ્યો હોય અને આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ સક્ષમ ઓથોરીટી દ્વારા અધિસુચીત કરવામાં આવ્યો હોય તો તેને લાગુ કરવો ફરજીયાત બનશે.
 
   જાણવા મળે છે કે ૭મી સપ્ટેમ્બરના રોજ આ અંગેનું નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યુ છે. જેમા જણાવાયુ છે કે જો સરકાર ભાવ નક્કી કરતી હોય અને સ્ટાન્ડર્ડ માત્રા 500 ગ્રામ, 1 કિલો ગ્રામ કે બે કિલો ગ્રામ નક્કી કરે તો રીટેલ વિક્રેતાએ આ નિયમનું પાલન કરવાનુ રહેશે.  આ નવા નિયમો લાગુ થવાથી આવશ્યક વસ્તુના મામલામાં મહત્તમ રીટેલ ભાવ એટલે કે એમઆરપી સમાપ્ત થઈ જશે. તાજેતરમાં દાળ અને કઠોેળના ભાવમાં આવેલા ઉછાળા અને ખુલ્લામાં તથા પેકીંગમાં મળતા સામાનના ભાવમા ભારે અંતર જોવા મળતા સરકાર આ પ્રકારનો નિર્ણય લેવા મજબુર બની છે.
 
   ગયા વર્ષે હરીયાણા સરકારે કઠોળના રીટેલ વેચાણના ભાવો નક્કી કર્યા હતા. મહારાષ્ટ્ર સરકાર પણ એમઆરપી નક્કી કરવા કાયદા પર વિચાર કરી રહી છે. જુલાઈમાં ગ્રાહકોના મંત્રાલયે રાજ્યોને વિનંતી કરી હતી કે, તેઓ કઠોળ અને બીજી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવો માટે ભાવ નીતિ નક્કી કરે અને ભાવો જાળવે

વેબદુનિયા પર વાંચો