રિલાયંસ AGMમાં મુકેશ અંબાનીની મોટી ઘોષણા, Jio 4Gમાં સૌથી સસ્તો ડેટા, 50 રૂપિયામાં 1 જીબી

ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2016 (11:47 IST)
રિલાયંસ ઈંડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાનીએ પોતાની મહત્વાકાંક્ષી પરિયોજના જિયો 4જી સેવાની લોંચિગ કરતા કહ્યુ કે ડિસેમ્બર સુધી તેના ગ્રાહકોને વેલકમ ઓફર હેઠળ ડેટા અને કૉલ સુવિદ્યા ડિસેમ્બર સુધી ફ્રી ઉપલબ્ધ કરવામાં આવશે. 
 
અંબાનીએ રિલાયંસની એજીએમમાં જિયોને લોંચ કરતા કહ્યુ કે જિયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિજયને સમર્પિત છે. તેમણે કહ્યુ કે જિયો ઑન ડિમાંડમાં હિન્દી અંગ્રીજી અને ક્ષેત્રીય ભાષામાં એચડી ફિલ્મો જોઈ શકાય છે. તેમણે કહ્યુ કે જિયો પ્લેમાં બધા ઈંટરનેટ ચેનલ લાઈવ શો ને સ્ટોર કરી શકશે. આ સાથે જિયો મૈગ દ્વારા નેશનલ અને ઈંટરનેશનલ મેગેઝીન વાંચી શકશે. 

તેમણે કહ્યુ કે  જિયો વીટ્સથી બધા પ્રકારના મ્યુઝિકનો ગ્રાહકો આનંદ ઉઠાવી શકશે. ડિસેમ્બર સુધી એસટીડી અને લોકલ કોલ સેવા ફ્રી મળી રહેશે.  અંબાનીએ કહ્યુ કે નવા યુગમાં ભારતીય પાછળ નહી રહી શકે. યોગ્ય વાતાવરણ મળતા યુવા કમાલ બતાવી શકે છે. ઉલ્લેખનીય છે કે રિલાયંસ જિયોની 4જી સેવાઓને લઈને લાંબા સમયથી ચર્ચા છે. કંપની આ ઉપક્રમ પર ભારે રોકાણ કરી રહી છે. 
 
અન્ય સુવિદ્યા અંગે શુ બોલ્યા અંબાની.. 

- 50 રૂપિયામાં 1 જીબી 4જી ડેટા મળશે 
- 499 રૂપિયામાં 8 જીબી 4જી ડેટા 
- 300 ચેનલ લાઈવ બતાવવાની સુવિદ્યા 
- હંમેશા માટે મેસેજ ફ્રી રહેશે. 
- આધાર કાર્ડ સાથે 15 મિનિટમાં કનેક્શન 
- 10 લાખ વાઈફાઈ જોન બનાવાશે. વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ ટૈરિફ પ્લાન લોન્ચ કરવામાં આવશે. જેમા 25 ટકા વધુ ડેટા ઉપયોગ કરી શકાશે.
- વિદ્યાર્થીઓને 25 ટકા ડેટા વધુ મળશે. 
- જેટલો ડેટા ઉપયોગ થશે સેવા એટલી જ સસ્તી થશે. 
- જિયો સૌથી સસ્તી વીડિયો સેવા પુરી પાડશે.  
- જિયોમાં ગ્રાહકો માટે 10 પ્લાન 
- વિદ્યાર્થીઓને ક્લાસમાં ફ્રી વાઈફાઈ ડેટા મળશે. 
- માર્ચ 2017 સુધી 90 ટકા લોકો સુધી જિયોની પહોંચ થશે. 
- જિયો પર 300 ચેનલ લાઈવ જોવાની સુવિદ્યા મળશે. 
- વધુ ડેટા ઉપયોગ કરનારાઓ માટે 149 રૂપિયાનો પ્લાન. 
- દરેક ભારતીય ડાટાગિરી કર - અંબાની 
- જિયોમાં 6000 ફિલ્મો, 60 હજાર મ્યુઝિક વીડિયો, 28 લાખ ગીત, કોલર ટ્યૂન વગેરે સુવિદ્યાઓ મળશે. 
- જિયો પર એસએમએસ પણ હંમેશા માટે ફ્રી 
- આધાર કાર્ડથી 15 મિનિટમાં જિયો કનેક્શન 
- બજારથી 5 ગણુ ઓછો  કરવામાં આવ્યો ડેટા ભાવ 
- 10 લાખ વાઈફાઈ ઝોન બનાવશે જિયો 
- હંમેશા માટે દેશમાં રોમિંગ સેવા ફ્રી 
-  દેશભરમાં 30 હજાર સ્કૂલ અને કોલેજ જિયો સાથે જોડાશે. 
- જિયો સેવા અફોર્ડેબલ રહેશે. 
- બેસ્ટ ક્વાલિટી નેટવર્ક મળશે. 
 
- જિયો સેવા અફોર્ડેબલ થશે. 
- બેસ્ટ ક્વાલિટી નેટવર્ક મળશે. 
- જિયો નેટવર્ક પર ફક્ત 4જી સેવા 
- જિયો વાઈફાઈ રાઉટર 1999માં મળશે. 
- રિલાયંસ જિયો આપશે સૌથી સસ્તી કૉલ સેવા 
- ડિઝિટલ ઈંડિયાનુ સપનુ સાકાર કરશે. 
- સંપૂર્ણ ભારતમાં રોમિંગ ફ્રી નેટવર્ક 
- જિયો પર 5 પૈસા પ્રતિ એમબી ડેટા મળશે.  
 

વેબદુનિયા પર વાંચો