આજથી દેશમાં થઇ ગયા મોટા ફેરફાર

રવિવાર, 1 ઑક્ટોબર 2023 (11:50 IST)
1. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ભાવમાં 209 રૂપિયાનો વધારો કર્યો છે.
 
2. 1 ઓક્ટોબરથી તમારે રૂ. 7 લાખ સુધીના ટૂર પેકેજ માટે 5 ટકા TCX ચૂકવવા પડશે. તે સિવાય 7 લાખ રૂપિયાથી વધુના ટૂર પેકેજ માટે 20 ટકા TCS ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં, એ જરૂરી છે કે તમે તમારા ટ્રાવેલ બજેટને યોગ્ય રીતે પ્લાન કરો.
 
3. ઘોડેસવારીને લોટરી, સટ્ટાબાજી અને જુગાર જેવા 'કાર્યવાહી દાવા' તરીકે ગણવામાં આવશે અને તેના પર 28 ટકા GST લાગશે. 
 
4. આ નવા નિયમ હેઠળ, વિઝા કાર્ડધારકો તેમના કાર્ડ માટે માસ્ટરકાર્ડ, રુપે અથવા અન્ય નેટવર્ક પસંદ કરી શકશે અને આ માટે, કાર્ડધારકોએ તેમના ખાતા બદલવાની જરૂર રહેશે નહીં.
 
5.  1 ઓક્ટોબરથી તમે તમારા પીપીએફ, પોસ્ટ ઑફિસ સેવિંગ સ્કીન અને સુકન્યા સમૃદ્ધિ યોજનાને આધારથી લિંક કરાવો. જો તમે આ કામ ના કરાવ્યુ તો તમારું એકાઉન્ટ 1 ઓક્ટોબરથી ફ્રીઝ થઈ શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર