જરૂરી સમાચાર - બેંક 5 દિવસ સતત બંધ રહેશે, ATMમાંથી પૈસા ખતમ થઈ શકે છે.. તૈયારી પહેલા જ રાખજો

સોમવાર, 14 માર્ચ 2016 (17:30 IST)
23 માર્ચથી 27 માર્ચ સુધી બેંકમાં કોઈ કામકાજ નહી થાય. હોળીને કારણે આ મહિને દેશના અનેક રાજ્યોમાં બેંક સતત 5 દિવસ બંધ રહેશે. આવામાં તમને એટીએમ અને ઈંટરનેટ બૈકિંગથી કામ ચલાવવુ પડશે. જો કે અનેક રાજ્યોના બેંકોમાં 4 દિવસ રજા છે.  બેંકોમા સતત આટલા દિવસ સુધી રજા હોવાથી એટીએમમાં પૈસા ખતમ થઈ શકે છે. તેથી બેંકોના જરૂરી કામકાજ પતાવવા ઉપરાંત પૈસાની વ્યવસ્થા પહેલાથી કરી લેવી સારુ રહેશે. 
 
23 માર્ચના રોજ હોલિકા દહન છે.  એ દિવસે ઉત્તર પ્રદેશમાં રજા છે.  24 માર્ચના રોજ ધુળેટી હોવાથી ઉત્તર ભારતના રાજ્યોની બેંકોમાં રજા છે. ત્યારબાદ 25 માર્ચના રોજ ગુડ ફ્રાઈડેને કારણે દેશની બેંક બંધ રહેશે.  26 માર્ચના રોજ મહિનાનો ચોથો શનિવાર હોવાથી અને 27 માર્ચના રોજ રવિવાર હોવાથે બેંકમાં કોઈ કામ નહી થયા. 
 
બેંકોના સતત આટલા દિવસ સુધી બંધ રહેવાથી મોટા પાયા પર ક્લિયરિંગમાં મોડુ અને એટીએમમાં પૈસા ખતમ થવાની સમસ્યાનો લોકોને સામનો કરવો પડી શકે છે. આવામાં અનેક સ્થાન પર બેકિંગ પર વેપાર પ્રભાવિત થવાની શક્યતા છે. જો કે આટલા દિવસોની રજા દરમિયાન બેંક તરફથી એટીએમમાં રોકડ પૂરતા પ્રમાણમાં સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. 

વેબદુનિયા પર વાંચો