મોંઘવારીનો વધુ એક માર: GST થી લાગૂ થતાં અમૂલની પ્રોડક્ટમાં ભાવ વધારો

મંગળવાર, 19 જુલાઈ 2022 (10:19 IST)
GST કાઉન્સિલ દ્વારા તેની 47મી બેઠકમાં કરાયેલી ભલામણોના અનુસંધાનમાં GST દર સંબંધિત ફેરફારો આજથી 18મી જુલાઈ, 2022થી અમલમાં આવ્યા છે. આવો જ એક ફેરફાર નોંધાયેલ બ્રાંડ ધરાવતો હોય ત્યારે નિર્દિષ્ટ માલ પર GST લાદવાથી આગળ વધી રહ્યો છે. ખાસ કરીને કઠોળ, લોટ, અનાજ વગેરે જેવી ખાદ્ય ચીજોના સંદર્ભમાં (ટેરિફના પ્રકરણ 1 થી 21 હેઠળ આવતી ચોક્કસ વસ્તુઓ), જેમ કે સૂચના દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે. 
 
જીએસટી લાગૂ પડતાં અમુલે દહીં, છાશ અને લસ્સીના ભાવમાં વધારો કર્યો છે. અમુલ દહીના 400 ગ્રામના પાઉચ પર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 1 કિલો દહીંના પાઉચ પર રૂપિયા 4 નો વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે 200 ગ્રામ દહીંના કપમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 400 ગ્રામ દહીંના કપમાં રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો છે. અમુલે તેની છાશના પાઉચના ભાવમાં પણ વધારો કર્યો છે. અમુલે 500 એમએલ છાશના પાઉચ પર 1 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે હાલ 1 લિટર છાશના પાઉચ ઉપર કોઈ ભાવ વધારો સામે આવ્યો નથી.
 
આ ઉપરાંત અમુલે લસ્સીના 170 એમએલ પાઉચમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે 200 એમએલ લસ્સીના કપ પર કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. જોકે, આ ભાવ વધારો મંગળવારથી અમલમાં આવશે.
 
દહીં 400 ગ્રામ પાઉચમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જૂનો ભાવ 30  રૂપિયા હતો જે વધીને નવો ભાવ 32 થઇ ગયો છે. જ્યારે અમુલ દહીં 1 કિલો પાઉચમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જૂનો ભાવ 65 રૂપિયા હતો જે વધીને 69 રૂપિયા થઇ ગયો છે. અમુલ દહીં 200 ગ્રામ કપમાં એક રૂપિયાનો વધારો જૂનો ભાવ 20 રૂપિયા હતો નવો ભાવ 21 રૂપિયા થઇ ગયો છે. અમુલ દહીં 400 ગ્રામ કપમાં બે રૂપિયાની વધારો થયો છે. જૂનો ભાવ 40 રૂપિયા હતો હવે નવો ભાવ 42 રૂપિયા થયો છે.  જ્યારે છાશ અને લસ્સીના પણ ભાવ વધારવામાં આવ્યા છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર