RBIની વ્યાજનીતિ બાદ શેરબજાર નીચે

વાર્તા

મંગળવાર, 28 જુલાઈ 2009 (20:33 IST)
રિઝર્વ બેંકની વ્યાજ નીતિની જાહેરાત બાદ મુંબઈ શેરબજારમાં આજે ઉતાર-ચઢાવ જારી રહી હતી. જ્યારે આરબીઆઈની પ્રમુખ દરોમાં કોઈ જાતનો ફેરફાર નહી કરવાની જાહેરાત માત્રથી શેરબજારમાં 130 પોઈંટનો કડાકો બોલાયો હતો.

જોકે બાદમાં બજારમાં હળવો સુધારો જોવા મળ્યો હતો. આરબીઆઈ દ્વારા જ્યારે આ જાહેરાત કરાઈ હતી, ત્યારે તેના થોડા સમય બાદ જ સેંસેક્સ 130 અંક પડી ગયો હતો. બાદમાં 22 અંકો ઉચકાયા હતાં. જ્યારે નિફ્ટીમાં પણ 7 અંકોનો વધારો થયો હતો. બાદમાં કારોબારના અંતે બજારમાં ઘટાડો નોંધાયો હતો.

મંગળવારે બીએસઈનો સેંસેક્સ 43.1 અંક ઘટીને 15,331 પર બંધ થયો હતો જ્યારે એનએસઈનો નિફ્ટી 8.1 અંક વધીને 4,564 પર બંધ થયો હતો.

વેબદુનિયા પર વાંચો