દેશની મુખ્ય લોખંડ કંપનીઓ સેલ, ટાટા સ્ટીલ, એસ્સાર, ભૂષણ સ્ટીલ અને એએસડબલ્યુના ઘરેલુ બજારમાં માંગ વધવાને કારણે લોખંડની કિમંતોમાં 2000 રૂપિયા પ્રતિ ટન સુધીનો વધારો કર્યો છે.
દેશની સૌથી મોટી લોખંડ કંપની સેલે પોતાની ફ્લેટ અને લોંગ ઉત્પાદોના ભાવ 1500 રૂપિયા પ્રતિ ટન વધાર્યો છે, જ્યારે કે ટાટા સ્ટીલે પોતાના ફ્લેટ ઉત્પાદોની કિમંતોમાં 1500 રૂપિયા પ્રતિ ટન સુધીનો વધારો કર્યો છે.
બીજી બાજુ ભૂષણ સ્ટીલે કિમંતોમાં 2000 રૂપિયા પ્રતિ ટનનો વધારો કર્યો છે, જ્યારે કે એસ્સાર સ્ટીલે પોતાના ફ્લેટ ઉત્પાદનોના ભાવ 4 ટકા સુધી વધાર્યા છે. જેએસડબલ્યુએ કહ્યુ છે કે તેમને પોતાના ઉપ્તાદોની કિમંતોમાં 5 ટકા સુધીનો વધારો કર્યો છે.
ફ્લેટ સ્ટીલ ઉત્પાદોનો ઉપયોગ વાહન ઉદ્યોગમાં થાય છે, જ્યારે કે લોંગ ઉત્પાદોનો ઉપયોગ મુખ્ય રૂપે નિર્માણ ઉદ્યોગમાં થાય છે.