રામાલિંગાને 10 વર્ષની કેદ થઇ શકે !

વેબ દુનિયા

ગુરુવાર, 8 જાન્યુઆરી 2009 (16:14 IST)
P.R

બી રામાલિંગા રાજુએ બુધવારે સત્યમ કોમ્પ્યુટરમાં રૂ. 65.82 બિલિયનના ગોટાળાની કબુલાત કરી દેશના કોર્પોરેટ જગતમાં કોહરામ મચાવી દીધો. જોકે કરેલી આ કબુલાતને પગલે એક્ટ 1956ની સેક્શન 23 અંતર્ગત તેને 10 વર્ષની સજા થઇ શકે તેમ છે. કાયદાના જાણકારોનું માનવું છે કે 1.3 બિલિયન ડોલરના ગોટાળા અંતર્ગત તેને ઓછામાં ઓછા 7 વર્ષની સજા તો થાય એમ છે.

કાયદાની જોગવાઇ અનુસાર કોઇ પણ કંપનીના ચેરમેન કે તેના ડાયરેકટરો તેમની કંપનીના હિસાબના અહેવાલમાં ખોટી વિગતો રજુ કરી ગોટાળો કરે તો તેમને દસ વર્ષની કેદ તથા રૂ. 25 કરોડના દંડ સુધીની સજા થઇ શકે તેમ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, સત્યમ કોમ્પ્યુટર્સના અધ્યક્ષ પદેથી રાજીનામું આપતાં બી રામાલિંગા રાજુએ સ્વીકાર કર્યો છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ આ ગોટાળા કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો