રાજ્યોનું નુકસાન કેન્દ્ર ભરશે

ભાષા

મંગળવાર, 30 જૂન 2009 (12:57 IST)
કેંદ્ર સરકારે વસ્તુ અને સેવા કર (જીએસટી) ના લાગૂ થયાં બાદ રાજ્યોને તેના કારણે થનારા નુકસાનની ભરપાઈ કરવાનો નિર્ણય કરી લીધો છે. તેનાથી રાજ્ય નવી કર વ્યવસ્થા અપનાવવા માટે પ્રોત્સાહિત થશે, જે પ્રથમ એપ્રિલ 2010 થી લાગૂ કરવામાં આવવાની છે.

નાણા મંત્રાલયના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ માન્યું કે નવી કર વ્યવસ્થામાં કેટલાક રાજ્યોને રાજસ્વની હાનિ થઈ શકે છે. તેમણે કહ્યું આ નુકસાનની ભરપાઈ કરવામાં આવશે.

જીએસટી લાગૂ થયાં બાદ મોટાભાગના અપ્રત્યક્ષકર સમાપ્ત થઈ જશે. આ કરનો બેવડો ઢાંચો હશે. એક કેન્દ્રનો દર હશે અને બીજો રાજ્યોનો.

કેંદ્રીય નાણામંત્રી પ્રણવ મુખર્જી સાથે બજેટ પૂર્વે બેઠકમાં રાજ્યોના નાણામંત્રીઓએ માગણી કરી હતી કે જીએસટીના કારણે રાજ્યોને થનારા નુકસાનની ભરપાઈ કેન્દ્ર તરફથી કરવામાં આવે.

કેંદ્ર સરકાર જો કે, ક્ષતિપૂર્તિ માટે પાંચ વર્ષનો કાર્યક્રમ બનાવી રહી છે, પરંતુ રાજ્યોનો વિચાર છે કે આ યોજનાની કોઈ સમયસીમા ન હોવી જોઈએ.

વેબદુનિયા પર વાંચો