મોબાઈલ કોલ મોંઘા થવાની શક્યતા

મંગળવાર, 24 એપ્રિલ 2012 (10:53 IST)
P.R
આવનારા દિવસોમાં મોબાઇલ ફોન પર કોલ કરવો મોંઘો બની શકે છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ સોમવારે 2જીની હરાજીની પ્રક્રિયા માટે પોતાની ભલામણો સોંપી. ટ્રાઇએ મોબાઇલ કંપનીઓને 2008ના મુકાબલે લગભગ દસ ગણી ઉંચી કિંમતે સ્પેક્ટ્રમ ફાળવણી કરવાની ભલામણ કરી છે. જેના લીધે 2જીનું નવુ લાયસન્સ મેળવવા માટે હવે મોબાઇલ ઓપરેટર કંપનીઓને મોટી કિંમત ચૂકવવી પડશે, અને તેની સીધી અસર કોલ ટેરિફ પર પડશે..

આ ભલામણોની ટેલિકોમ ઓપરેટરોની રિપ્રેજન્ટેટીવ બોડીએ ટીકા કરી છે. તેનું કહેવું છે કે આનાથી ઉદ્યોગ પાટા પરથી ઉતરી શકે છે. આનાથી એક રસપ્રદ વાત એ ઘટી છે કે

પ્રતિસ્પર્ધી ટેલિકોમ કંપનીઓ ભારતીય એરટેલ, વોડાફોન, આઇડીયા અને આર.કોમ. એક જ પ્લેટફાર્મ પર આવી ગયા છે.

સામાન્ય લોકોના હિતમાં કોલ દર વધારવા પર ટ્રાઇ દ્રારા નિયંત્રણ મુકવામાં આવેલું છે, જેનો થોડા સમય પહેલા મોટાભાગની મોબાઇલ ઓપરેટર કંપનીઓએ વિરોધ કર્યો હતો, હવે જયારે તેઓ રજીની હરાજી દરમ્યાન ઉંચી કિંમત ચૂકવશે ત્યારે તેઓ આ નિયંત્રણ હટાવવાની માંગ પણ ઉગ્ર બનાવશે, જેના કારણે કોલદર માં વધારો થઇ શકે છે.

મહત્વપૂર્ણ છે કે 2જી સ્પેક્ટ્રમ ફાળવણીમાં ગોટાળાના આરોપો બાદ 2008માં ફાળવવામાં આવેલા તમામ 122 લાયસન્સને સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં રદ કરી દીધા હતા અને હરાજીની પ્રક્રિયા નવેસરથી કરવા નિર્દેશ આપ્યો હતો.

વેબદુનિયા પર વાંચો