ભેળસેળિયા ફરસાણ - મીઠાઇઓનાં બજારમાં ખડકલા

મંગળવાર, 21 ઑક્ટોબર 2014 (12:45 IST)
દિવાળીના તહેવારોમાં ભેળસેળિયા માવા, મીઠાઇ અને ફરસાણ વેચીને લાખોની કમાણી કરી લેતા ભેળસેળિયા નેટવર્ક પર સપાટો બોલાવીને રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક અઠવાડિયામાં જ લેવાયેલા મોટાભાગના સેમ્પલો ભેળસેળવાળા હોવાનું જણાયું છે. ૪૪૩ કિલો જેટલી ભેળસેળવાળી મીઠાઇનો નાશ કરવામાં આવ્યો હતો.

ફુડ સેફ્ટી કમિશનરની યાદીમાં જણાવ્યા અનુસાર ભેળસેળવાળા ખોરાક સામે શરૂ કરવામાં આવેલી ઝુંબેશ માં એક અઠવાડિયામાં ઘી ના કુલ ૮૫ સેમ્પલો લેવામાં આવ્યા હતા અને આશરે એક લાખનો ઘાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દૂધના માવાના ૫૯ ભેળસેળવાળા માવાના ૫૯ જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૨૨ કિલો માવાનો નાશ કરવામાં આવ્યો હતો.

રાજ્યભરમાંથી મીઠાઇના ૧૬૮ જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા અને ૪૪૩ કિલો ભેળસેળવાળી અને વાસી મીઠાઇનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફરસાણના ૭૨ નમૂના લેવામાં આવ્યા હતા અને ૫૩ કિલો ફરસાણનો નાશ કરવામાં આવ્યો હતો જ્યારે ૫૩ જેટલી હોટેલોમાં તપાસ કરવામાં આવી હતી જેમાં વાસી ખોરાકનો ૧૦૦ કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આ હોટેલોમાં સ્વચ્છતા રાખવામાં આ તી નહીં હોવાનું પણ તપાસ દરમિયાન જણાતા તેમને નોટિસ આપવામાં આવી હતી. સેમ્પલોના પરીક્ષણ બાદ તમામ સામે પગલાં ભરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો