ભારતીય સ્ટોક માર્કેટમાં તેજી સાથે કારોબાર

સોમવાર, 25 નવેમ્બર 2013 (17:33 IST)
P.R
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે સપ્તાહનાં પ્રથમ ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 389 પોઇન્ટ વધીને 20,605 અને નિફ્ટી 120 પોઇન્ટ વધીને 6115નાં લેવલે બંધ આવ્યા. મિડકેપ અને સ્મૉલકેપ સ્ટોકમાં પણ 1 ટકા સુધીની તેજી હતી.

ઇરાને પોતાનો પરમાણુ કાર્યક્રમ રોકવાની સહમતી આપતા ક્રૂડ તેલનાં ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. જેને કારણે રૂપિયાનાં મુલ્યમાં પણ સ્થિરતા જોવા મળી.

માર્કેટમાં આજે કેપિટલ ગુડ્ઝ, બેંક, રિયલ્ટી, પીએસયૂ, એફએમસીજી, ઑટો, પાવર, ઑઇલ એન્ડ ગેસ, મેટલ સ્ટોકમાં તેજી હતી. જ્યારે ટેકનોલોજી અને આઇટી સ્ટોકમાં વેચવાલી હતી.

ક્રૂડ ઑઇલનાં ભાવમાં ઘટાડો થતા બીપીસીએલ, ઇન્ડિયન ઑઇલ, ઓએનજીસી, મૈંગલોર રિફાઇનરી, ચેન્નઇ પેટ્રોનાં સ્ટોકમાં 5 ટકા સુધીની તેજી નોંધાઇ.

હેવીવેઇટ સ્ટોકમાં ભેલ, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઇ, એલએન્ડટી, અલ્ટ્રાટેક સિમેન્ટ, જેપી એસો., બેંક ઑફ બરોડા, ઇન્ડસઇન્ડ બેંક, ડીએલએફ, પંજાબ નેશનલ બેંક, ઓએનજીસી, ટાટા મોટર્સ, એક્સિસ બેંક, અંબુજા સિમેન્ટ, મારુતિ સુઝુકીનાં સ્ટોકમાં 3 થી 5 ટકા સુધીની તેજી નોંધાઇ.

વેબદુનિયા પર વાંચો