ભારતનું મોબાઈલ બજાર ચીન કરતાં વિશાળ

વાર્તા

સોમવાર, 27 એપ્રિલ 2009 (16:36 IST)
મોબાઈલ હેન્ડસેટ બનાવતી દ.કોરિયાની કંપની એલજી મોબાઈલને આશા છે કે આવનારા સમયમાં મોબાઈલ હેન્ડસેટ બજારમાં ચીનને ભારત પાછળ ધકેલી દેશે.

કંપનીનાં સીઈઓ મૂન બી શિનનાં જણાવ્યા મુજબ અમેરિકા અને યુરોપમાં આર્થિક મંદીને કારણે કંપનીને ભારત પાસેથી વેપારની ખૂબ મોટી આશા છે.

તેમણે જણાવ્યું હતું કે તેમની કંપની ભારતનાં હેન્ડસેટ બજારનો 10 ટકા હિસ્સેદારી લેવા માંગે છે. તેના માટે આવનારા સમયમાં નવા મોબાઈલનાં હેન્ડસેટ બજારમાં મુકે તેવી સંભાવના છે.

વેબદુનિયા પર વાંચો