બજારમાં આવ્યા સસ્તા પીસી, લેપટોપ !

વેબ દુનિયા

શુક્રવાર, 29 ઑગસ્ટ 2008 (17:06 IST)
નવી દિલ્હી. પર્સનલ કોમ્પ્યુટર બનાવતી દેશની સૌથી મોટી કોમ્પ્યુટર કંપની જેનિથ કોમ્પ્યુટર્સે નાના શહેરોના ખરીદરરોને ધ્યાનમાં રાખીને સસ્તા ડેસ્કટોપ અને લેપટોપ બનાજરમાં મુક્યા છે.

  ડેસ્કટોપ ત્રણ મોડલમાં ઉપલબ્ધ કરાશે. તેની કિંમત કરવેરા સહિત રૂ.11990 રાખવામાં આવી છે. માઇક્રોસોફ્ટની ઓપરેટીંગ સિસ્ટમ ઉપર આધારિત આ કોમ્પ્યુટર વિન્ડો વિસ્ટા અને માઇક્રોસોફ્ટ એક્સપી સાથે ઉપલબ્ધ છે.      
રાજ શરાફે, સીએમડી જેનિથ
મહાકાય સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટની મદદથી બજારમાં રજુ કરવામા આવેલા આ પીસી અને લેપટોપની કિંમત રૂ.11990થી લઇને રૂ. 14990ની વચ્ચે રાખવામાં આવી છે. આ ડેસ્કટોપ અને લેપટોપ ઇકો સ્ટાઇલ બ્રાન્ડ હેઠળ રજુ કરવામાં આવશે.

જેનિથના સીએમડી રાજ શરાફે જણાવ્યું છે કે, ડેસ્કટોપ ત્રણ મોડલમાં ઉપલબ્ધ કરાશે. તેની કિંમત કરવેરા સહિત રૂ.11990 રાખવામાં આવી છે. માઇક્રોસોફ્ટની ઓપરેટીંગ સિસ્ટમ ઉપર આધારિત આ કોમ્પ્યુટર વિન્ડો વિસ્ટા અને માઇક્રોસોફ્ટ એક્સપી સાથે ઉપલબ્ધ છે.

માઇક્રોસોફ્ટ ઇન્ડિયાના અધ્યક્ષ રવિ વેંકટેશે કહ્યું હતું કે, માઇક્રોસોફ્ટ અનલિમિટેડ પોર્ટેશલ યોજના હેઠળ અમારી ઇચ્છા છે કે ટેકનોલોજીથી વંચિત રહેલા લોકોને આનો ફાયદો મળવો જોઇએ. સસ્તા અને ઉપયોગી લેપટોપ બજારમાં લોન્ચ કરવામાં આવ્યા બાદ આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં સ્પર્ધા વધી શકે છે.

વેબદુનિયા પર વાંચો