ફોર્બ્સે રજૂ કરી ઓવરપેડ સીઈઓની યાદી

ભાષા

સોમવાર, 27 એપ્રિલ 2009 (11:31 IST)
મંદીના સમયમા જ્યારે મુખ્ય કર્મચારીના વેતનને લઈને સવાલ ઉઠવા માંડ્યા તો ફોર્બ્સે એવા ઓવરપેડ કંપની પ્રમુખોની યાદી રજૂ કરી છે, જેમને જરૂર કરતા વધુ વેતન પેકેજ આપવામાં આવી રહ્યુ છે.

આ યાદીમાં હાઈફોર્ડ ફાઈનેશિયલ સર્વિસેજના ભારતીય મૂળના પ્રમુખ રમાની ઐય્યર અને જનરલ ઈલેક્ટોનિકના પ્રમુખ જેફરી આર. ઈમેલ્ટનો સમાવેશ થાય છે.

આ યાદીમાં એ કંપનીના પ્રમુખોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમણે પોતાને મોટુ ઘન લીધુ અને તેમના કાર્યકાળમાં શેરહોલ્ડરોની મૂડીને બટ્ટો લગાવી દીધો. આ સંકટગ્રસ્ત બેંક ઓફ અમેરિકાના પ્રમુખ કૈનેથ ડી. લુઈસ મેડિકલ ઉપકરણ બનાવનારી બોસ્ટન સાઈટિફિકના જેમ્સ અને તોબિન અને વાહન સીટિંગ સિસ્ટમની કંપને લિયર્સના રોબર્ટ, ઈ. રાસિટર પણ ઓવરપેડ બોસની યાદીમાં સમાવેશ થાય છે.

વેબદુનિયા પર વાંચો