ટ્રેન રદ્દ થશે તો યાત્રીઓના ખાતામાં સીધા પૈસા જમા થશે

ગુરુવાર, 23 જુલાઈ 2015 (12:03 IST)
રેલવે મુસાફરોને ભારતીય રેલવે દ્વારા હવે વધારે રાહત આપવામાં આવી છે. હવે ટ્રેન કોઈ કારણસર રદ્દ થશે તો યાત્રાના ખાતામાં પૈસા આપમેળે જ જમા થઈ જશે. હવે યાત્રીને ટિકિટના પૈસા પર્ત લેવા માટે કોઈ કાગળ પર કાર્યવાહી નહી કરવી પડે. કારણ કે પૈસા પોતાની રીતે એકાઉંટમાં જમા થઈ જશે. 
 
આ નવા નિયમોને રેલવે દ્વારા લાગુ કરી દેવામાં આવ્યા છે. અત્રે એ નોંધનીય છે કે થોડાક દિવસ પહેલા રેલવેએ આ સંબંધમાં આદેશ લાગુ કરી દીધો હતો પણ હવે એને લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેલવેના અધિકારી કહ્યુ છે કે કેટલાક મામલે એવુ બને છે કે યાત્રીઓની પાસે ટિકિટ કન્ફર્મ અને આરસેસીમાં હોય છે. પણ કોઈ અકસ્માત અને હવામાનને કારણે ટ્રેન રદ્દ કરવામાં આવે છે તો આવી સ્થિતિમાં યાત્રીઓને પહેલા ટિકિટની રકમ પરત લેવા માટે ટીડીઆર ભરવાની ફરજ પડતી હતી પણ આ વ્યવસ્થાને હવે ખતમ કરી દેવામાં આવી છે. 
 
રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ટિકિટની રકમ પોતાની રીતે એકાઉંટમાં જમા કરી દેવામાં આવશે. જે રીતે ટિકિટ કન્ફર્મ નહી થવાની સ્થિતિમાં ઈ-ટિકિટની રકમ જતી રહે  છે તેવી રીતે હવે આ મામલે પણ થશે. જે ટિકિટ રિઝર્વેશન સેંટર પરથી ખરીદવામાં આવી છે તો એવા મામલામાં ટિકિટની રકમ ત્યાથી જ પરત આપવામાં આવશે.  

વેબદુનિયા પર વાંચો