ઈબે પર પણ ચાલે છે શાહરૂખનો જાદુ

શનિવાર, 1 મે 2010 (11:38 IST)
IFM
અભિનેતા શાહરૂખ ખન અને કરીના કપૂર સાથે જોડાયેલા ઉત્પાદનની ઓનલાઈન પર પણ ખૂબ માંગ છે.

ઓનલાઈન વેપાર કરનારુ પોર્ટલ ઈબે ઈંડિયાનુ કહેવુ છે કે ભારતના બોલીવુડ જગતની વાત કરવામાં આવે તો ખાન સાથે સંકળાયેલા 2.047 પ્રોડક્ટ અને કરીના સાથે જોડાયેલ 777 ઉત્પાદ યાદીબધ્ધ છે. જેનો મતલબ છે કે ઈબે પર બોલીવુડ સાથે સંકળાયેલ ઉત્પાદોનુ વેચાણ બાબતે શાહરૂખ અને કરીના આગળ છે.

અભિનેતાઓમાં શાહરૂખ ખાન પછી અક્ષય કુમર અને જોન અબ્રાહમનો નંબર છે. જ્યારે કે અભિનેત્રીઓમાં કરીના કપૂર પછી રાની મુખર્જી, એશ્વર્યા રાય, કાજોલ અને પ્રીતિ ઝિંટાનો નંબર છે.

ઈબે ઈંડિયા અભિનેતાઓ સાથે સંકળાયેલ ડીવીડી, પોસ્ટર, રમકડાં, લોબી કાર્ડસ, ફિલ્મો અને પુસ્તકો વગેરેની રજૂઆત કરે છે.

વેબદુનિયા પર વાંચો