આઈડીબીઆઈ બેંકે વ્યાજ દરમાં વધારો કર્યો

ગુરુવાર, 14 જુલાઈ 2011 (12:10 IST)
સાર્વજનિક ક્ષેત્રની આઈડીબીઆઈ બેંક લઘુ અને લાંબા મુદતની છુટક જમારાશિ પર વ્યાજ દરમાં અડધો ટકાનો વધારો કર્યો છે.

બેંક તરફથી રજૂ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તેની પરિસંપતિ દેનદારી સમિતિ 'આલ્કો'એ 46 થી 90 દિવસ, સાતથી દસ વર્ષ અને પાંચ વર્ષની કર બચતની જમારાશિ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.

નવા દર આવતીકાલથી લાગૂ થશે. જેના હેઠળ ગ્રાહકોને એક કરોડ રૂપિયા સુધીની જમા પર 6.50 ને બદલે 7 ટકાનુ વાર્ષિક વ્યાજ આપવામાં આવશે.

આ જ રીતે સાત વર્ષથી વધુ પણ દસ વર્ષથી ઓછા વર્ષની જમા રાશિ પર વ્યાજ દર 0.25 ટકા વધારીને 9.25 ટકા કરી દેવામાં આવ્યુ છે.

કર બચતવાળા ઉત્પાદ જેનો લોક ઈન મુદત પાંચ વર્ષનો છે, તેના પર વ્યાજ દર 0.25 ટકા વધારીને 9.25 ટકાનો કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો