ખાવાનો સોડા સાથે ઉપયોગ કરશો નહીં
તમે ગુલાબજળને સીધા ત્વચા પર લગાવી શકો છો. પરંતુ તેને ખાવાના સોડા સાથે ક્યારેય ઉપયોગ કરશો નહીં. કારણ કે તેને લગાવવાથી તમારી ત્વચાનું pH લેવલ બદલાઈ જાય છે. જેના કારણે તમારી ત્વચા શુષ્ક દેખાવા લાગે છે. જે બળતરા અને લાલાશનું કારણ બને છે. તેથી, ક્યારેય પણ તેમાં ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર ન લગાવો અથવા તે પહેલાં કોઈ નિષ્ણાતની સલાહ લો.