બટાટાના આ અદભુત ઉપચારોને અજમાવી દરેક તકલીફથી છુટકારો

બુધવાર, 28 ઑક્ટોબર 2015 (15:59 IST)
નાસ્તામાં સરળ અને ચટપટા રીતે ખાતા બટાટા બધાને પસંદ આવે છે. વિટામિન બી  ,સી , આયરન  , કેલ્શિયમ  , મેગનીજ  , ફાસ્ફોરસ જેવા પોષક તત્વોથી યુક્ત બટાટાના કેટલાક શાનદાર ઉપયોગો વિશે જાણો 
 
કેટલાક લોકો વજન ઘટાડવા માટે બટાટાથી પરહેજ કરે છે પણ જ્યારે શેકેકા બટાટા વજન ઘટાડવામાં મદદ કરે છે. આજે અમે તમને બટાટાના કેટલાક શાનદાર ઉપયોગો વિશે જણાવે છે.
 
બાફેલા બટાટાથી વાળને ધો
બટાટાને બાફ્યા પછી વધેલા પાણીને ફેંકશો નહી. પણ આ પાણીમાં થોડા બટાટા મેશ કરી આથી વાળને ધોઈ લો. આ પાણી તમારા વાળને મુલાયમ અને વાળની જડને મજબૂત બનાવે છે. આ સિવાય તમને ખોડો અને ખરતા વાળથી પણ છુટકારો મળશે. 
 
હાઈ બીપી વાળા માટે 
જો તમે ઉચ્ચ રક્તતાપથી પીડિત છે તો બટાટાના સેવન એને સામાન્ય સ્તર પર લાવી શકે છે. 
 
કબ્જની સમસ્યા 
શેકેલા બટાટા કબ્જિયતાની સમસ્યાથી રાહત આપે છે. બટાટામાં રહેલા પોટેશિયમ સાલ્ટ  , અમ્લતાની સમસ્યાથી છુટકારા મેળવવામાં મદદ કરે છે. 
ચેહરાની ચમક 
બટાટાને છીણીને એનાથી 10-15 મિનિટ માટે ચેહરાની માલિશ કરો. આ પ્રક્રિયાને રિપીટ કરતા ચેહરા પર ચમક આવી જશે. 
 
ખીલથી છુટકારા
બટાટાના રસમાં થોડા ટીંપા નીંબૂના રસ મિક્સ કરો . ખીલથી છુટકારો મેળવવા માટે આ મિશ્રણને ચેહરા પર લગાવો. 
સોજા 
જો તમે સોજાથી પરેશાન છો તો તમે 3-4 બટાટા શેકીને છાલ કાઢી હવે આ  શેકેલા બટાટાને મીઠું અને કાળી મરી નાખી ખાવો. 
ટેનિંગથી છુટકારો 
ટેનિંગથી છુટકારો મેળવવા માટે તમારી કોણી . ગરદન  અને માથા પર કાચા બટાટા ઘસો. 
એલર્જી 
એલર્જીના ઉપચારમાં કાચા બટાટાના રસ લાભકારક હોય છે. 
કરચલીઓ અને સ્ટ્રેચ માર્કસ 
મુલતાની માટીમાં થોડા થોડા બટાટાના રસ નાખી મિક્સ કરો . પછી આ મિશ્રણ ને કરચલીઓ અને સ્ટ્રેચ માર્કસ પર લગાવો. આ ઉપાય તમારી વધતી ઉમ્રને ગાયબ કરી નાખશે. 
બવાસીર 
બવાસીરથી રાહત મેળવવા માટે બટાટા અને એની પાંદડીઓને રસજને પીવો. 
 

વેબદુનિયા પર વાંચો