Summer Tips - ઉનાળામાં ફ્રેશ દેખાવવુ છે તો જરૂર કરો આ કામ

મંગળવાર, 14 માર્ચ 2017 (11:57 IST)
ઉનાળાની ઋતુ આવી ગઈ છે. આ મૌસમમાં દરેક કોઈ ઈચ્છે છે કે તેમનું લુક હમેશા ફ્રેશ દેખાય. જો તમે પણ ઈચ્છો છો કે તમારો ચહેરો ગરમીની ઋતુમાં હમેશા ફ્રેશ અને ખીલેલો જોવા મળે તો તે માટે કેટલાક ટિપ્સને ફૉલો કરવી પડશે.  જી હા આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશુ જેને ફૉલો કરીને તમે ગરમીની ઋતુમાં પણ ફ્રેશ લુક મેળવી શકશો. 
1. ફેસવૉશ- મોઢું ધોવ માટે એક સારા ફેશવૉશનો ઉપયોગ કરો. જે તમારી સ્કિનને હમેશા કુલ ફ્રેશ રાખતા હોય. 

2. દિવસમાં બે વાર નહાવો- નહાવાથી માણસ ખૂબ રિલેક્સ અનુભવ કરે છે. એક તો તેનાથી આખો દિવસ સુસ્તી નહી આવે અને બીજુ નહાવાથી તમે આખો દિવસ તરોતાજા રહો છો. 
 
3. પર્સમાં જરૂર રાખો ફેસ સ્પ્રે- જો તમે ક્યાક બહાર જઈ રહ્યા છો તો તમારા પર્સમાં ફેસ સ્પ્રે જરૂર સાથે રાખો. જ્યારે પણ તમે તમારી સ્કિનને ડલ અનુભવો તો તે સમયે આ ફેસ સ્પ્રે તમને કામ આવશે. 
 
4. માઈશ્ચરાઈજર- નહાવાથી કે મોઢા ધોયા પછી સ્કિનને માશ્ચારાઈજર કરવું ન ભૂલવું. તમારી સ્કિન કોમલ અને નરમ બની રહે છે. 
 
5. ડાર્ક મેકઅપ ન કરવી- ગર્મિઓમાં ભૂલીને પણ ડાર્ક મેકઅપ ન કરવું. જેટલું હોઈ શકે તમારા મેકઅપ લાઈટ રાખવું અને કપડા પણ લાઈટ કલરના જ લેવું. 
 

વેબદુનિયા પર વાંચો