Neha Sharma : નેહા શર્મા જેવી ફિગર જોઈતી હોય તો અપનાવો આ ટ્રિક

ગુરુવાર, 21 નવેમ્બર 2019 (16:31 IST)
બોલીવુડ અભિનેત્રી નેહા શર્મા 21 નવેમ્બરના રોજ પોતાનો 32મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે.  તે ફિલ્મોમાં ભલે પોતાનો જાદુ ન બતાવી શકી હોય પણ તે સોશિયલ મીડિયા દ્વારા ફેંસની વચ્ચે ખૂબ પોપુલર રહે ક છે. જેની પાછળનુ કારણ છે તેનુ બોલ્ડ ફિગર.. નેહા શર્મા જેવી હોટ એંડ સેક્સી ફિગર બનાવવાનુ લાખો યુવતીઓનુ સપનુ છે કે તેમની પણ ફિગર એવી બને. પણ આ ફિગર આમ જ નથી બની. આ માટે નેહા સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કરે છે. 
નેહા રોજ 20 મિનિટ સુધી સ્ક્રીપિંગ અને ટ્રેડમિલ પણ કરે છે.  આ ઉપરાંત તે વ્યાયામ પણ કરે છે.  જે ફિટ રહેવા માટે ખૂબ જ જરૂરી છે.  નેહા અઠવાડિયામાં 6 દિવસ જીમ જાય છે અને એક દિવસ પોતાને માટે કાઢે છે.  જીમમાં વર્કઆઉટ કરે છે. જેમા વેટ ટ્રેનિંગ, કાર્ડિયો અને પિલેટ્સ જેવી એક્સરસાઈઝ સામેલ છે. 
આ ઉપરાંત નેહા ડાંસ દ્વારા પણ ખુદને ફિટ રાખે છે. નેહા કથક, હિપ હૉપ જેવા ડાંસ ફોર્મ પણ કરે છે. નેહા સવાર સવારે મિક્સ ફ્રુટ ખાય છે. આ ઉપરાંત તે બે બાફેલા ઈંડા કે ઓટ્સ નાસ્તામાં સામેલ કરે છે. સાથે જ એક ગ્લાસ સંતરાનુ જ્યુસ પણ પીવે છે. તે સાંજે સ્નેક્સના રૂપમા કોફી મગમાં ગ્રીન ટી લે છે. આ ઉપરાંત લાઈટ સેંડવિચ પણ ખાય છે.  જે આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે.  તેનાથી શરીરમાં એનર્જી કાયમ રહે છે. 
 
લંચની વાત કરીએ તો નેહા શર્મા લંચમાં રોટલી શાક અને દાળ-ભાત ખાય છે. આ ઉપરાંત ડિનરમાં ચિકન અને ગ્રિલ્ડ ફિશ ખાય છે.  બીજી બાજુ સૂપમાં તે ગાજરનુ સૂપ કે પછી કોળાનુ જ્યુસ પીવે છે. 
નેહા શર્માનો જન્મ 21 નવેમ્બર 1987માં બિહારના ભાગલપુરમાં થયો. નેહા શર્મા એક્ટિંગ સાથે રાજનીતિ સાથે પણ સંબંધ ધરાવે છે.  તેમના પિતા અજિત શર્મા ભાગલપુરના કોંગ્રેસી ધારાસભ્ય રહી ચુક્યા છે.  નેહ શર્માએ શરૂઆતનો અભ્યાસ માઉંટ કાર્મલ શાળામાંથી કર્યો અને પછી નવી દિલ્હીના નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંટિરિયર એંડ ફેશન ટેકનોલોજી સાથે ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો. તેણે ફેશન ડિઝાઈનરના રૂપમાં કામ કર્યુ. આ દરમિયાન તેમને તેલૂગૂ ફિલ્મ ઓફર થઈ ગઈ. 
 
નેહા શર્મા એક્ટિંગમાં પોતાના કેરિયરની શરૂઆત તેલૂગૂ ફિલ્મ ચિરૂથા થી કરી. આ ફિલ્મ વર્શ 2007માં રજુ થઈ અને તેને ડાયરેક્ટર અશ્વિની દત્તે કરી.  આ ફિલ્મ દ્વારા સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીના પુત્ર રામચરણ તેજાએ પણ ડેબ્યુ કર્યુ.  આ ફિલ્મ કોઈ ખાસ કમાલ ન કરી શકી.  
 
તેણે બોલીવુડ ફિલ્મો તરફ વળીને વર્ષ 2010માં અજય દેવગન-ઈમરાન હાશમીની ફિલ્મ ક્રૂકમાં મહત્વનો રોલ ભજવ્યો.   પણ આ ફિલ્મ પણ પડદા પર વધુ ચાલી નહી.  વર્ષ 2012માં તેરી મેરી કહાની અને ક્યા  સુપર કુલ હૈ હમ ફિલ્મો રજુ થઈ. આ ફિલ્મમાં પણ લોકોએ નેહા શર્માને વધુ પસંદ ન કરી. વર્શ 2013મા નેહા શર્મા જયંતીભાઈ કી લવ સ્ટોરી અને યમલા પગલા દિવાના 2 દ્વારા કમબેક કર્યુ.  પણ આ ફિલ્મો દ્વરા પણ નેહા લોકોના દિલ જીતવામાં નિષ્ફળ ગઈ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર