Tips for drying clothes in Monsoon- ચોમાસામાં કપડામાંથી દુર્ગધ દૂર કરવી છે, તો અપનાવો આ 8 ટિપ્સ
ચોમાસામાં કપડાં સુકાવાની ટિપ્સ- ચોમાસાની ઋતુમાં મોટેભાગે ભેજને કારણે કપડામાંથી દુર્ગંધ આવવા માંડે છે. અનેકવાર તો કપડા પર સફેદ દગ પણ પડી જાય છે. જે ખૂબ જ ખરાબ લાગે છે. આવામાં કપડાને પહેરવાની ઈચ્છા પન થતી નથી પણ આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવવા જઈ રહ્યા છે જે કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવામાં મદદ કરશે. જો તમે પણ માનસૂન સીઝનમાં કપડામાંથી આવતી દુર્ગંધને લીધે પરેશાન છો તો આ ટિપ્સની મદદથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
ચોમાસામાં કપડામાંથી આવતી વાસને દૂર કરવા માટેની ટિપ્સ
1. તિજોરીમાં કપડા મુકતા પહેલા તેને સ્વચ્છ કપડાથી સારી રીતે સાફ કરો. ત્યારબાદ કપૂરના પાણીથી તિજોરીને સ્વચ્છ કરો અને સૂકાવવા માટે છોડી દો. અલમારી સૂકાયા પછી તેમા કપડા મુકી દો. આવુ કરવાથી કપડામાં ભેજની વાસ નહી આવે.