વરસાદની મોસમ આવવામાં હજુ થોડો સમય બાકી છે. પરંતુ આ એવો સમય છે જેમાં દરેક વ્યક્તિએ પોતાના વાળની ખાસ કાળજી લેવી જોઈએ. કારણ કે આ સિઝનમાં મોટાભાગના વાળ ખરવા લાગે છે. જો સમયસર વાળ ખરવાની સમસ્યા પર ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. ઘણા લોકો ટાલ પડવાનો શિકાર પણ બની જાય છે. જો તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો અને તમે કેટલાક ઘરેલું ઉપચાર શોધી રહ્યા છો, તો આ ટિપ્સ તમારી મદદ કરી શકે છે. તેનાથી કોઈ આડઅસર થશે નહીં અને વાળ ખરવાની સમસ્યામાં પણ રાહત મળશે. જાણો શું છે આ ઘરેલું ઉપચાર અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
તેલથી કરો વાળમાં માલિશ
તેલથી વાળમાં માલિશ કરવી ખૂબ જ જરૂરી છે. તેલથી વાળ અને ખોપડી ઉપરની ચામડીને યોગ્ય રીતે માલિશ કરવાથી વાળના ફોલિકલ્સમાં બ્લડ સર્ક્યુલેશનva વધે છે. આ વાળના મૂળને મજબૂત બનાવે છે, જેના કારણે વાળ વાળ ખરતા ધીમે ધીમે ઘટવા લાગે છે.
અસરકારક છે આમળા
સ્વાસ્થ્ય ઉપરાંત વાળ ખરવાની સમસ્યાને રોકવા માટે આમળા ખૂબ જ અસરકારક છે. તે માત્ર વાળના વિકાસને જ નહીં પણ વાળને મજબૂત બનાવે છે. આ માટે આમળાના પાઉડરમાં શિકાકાઈ અને રીઠા ઉમેરીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં લગાવો અને જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી રહેવા દો. ત્યાર બાદ વાળને પાણીથી ધોઈ લો. થોડા દિવસોમાં તમને ફરક દેખાશે
મેથી અસરકારક
વાળ ખરતા નિયંત્રણમાં પણ મેથી અસરકારક છે. મેથીમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે વાળના ગ્રોથને વધારવામાં મદદ કરે છે. આ માટે મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે મેથીના દાણાને પીસી લો. તેમાં એક ચમચી લીંબુનો રસ અને નારિયેળ તેલ ઉમેરો. આ પેસ્ટને વાળના મૂળમાં લગાવો. જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને વાળ પર રાખો. ત્યાર બાદ પાણીથી ધોઈ લો. થોડા દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે.