ગોરી અને ખૂબસૂરત ત્વચા મેળવવા માટે છોકરાઓ જ નહી પણ છોકરાઓ પણ નવા નવા તરીકા અપનાવે છે. જેવા કે ક્રીમ, ફેસવોશ, ફેસ પેક વગેરે. પણ છતા પણ તેમને કોઈ સારુ રિઝલ્ટ નથી મળી શક્યુ. જો તમે પણ તેમાથી એક હોય તો આજે અમે તમારા માટે એક એવુ હર્બલ ફેસ પેક લાવ્યા છે જેને લગાવીને તમે 10 મિનિટમાં ગોરી ત્વચા મેળવી શકો છો. તેની સૌથી ખાસ વાત તો એ છે કે તેની કોઈ સાઈટ-ઈફેક્ટ નથી અને તમે તેને ઘરે સહેલાઈથી અપનાવી શકો છો.
જરૂરી સામાન - 6 બદામ, 1 ઈંડુ, પેટ્રોલિયમ જેલી, 1 ચમચી મધ, ગુલાબજળ
કેવી રીતે બનાવશો - સૌ પહેલા 5 કે 6 બદામ લો. પછી ત્યારબાદ તેને રાતભર માટે પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને તેના છાલટા કાઢી તેને સારી રીતે વાટી લો.
- ત્યારબાદ એક ઈંડુને તોડી લો અને ઈંડાની જરદીને સફેદવાલા ભાગથી અલગ કરી દો.
- હવે પેટ્રોલિયમ જેલીને ઓગાળીને તેને ઠંડી કરી દો. ઠંડી થયા પછી તેમા બદામની પેસ્ટ અને ઈંડુ મિક્સ કરી દો. હવે મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો.