હોમ ટીપ્સ - શિયાળામાં સ્કિનની રક્ષા કેવી રીતે કરશો

શિયાળો આવતાં જ ઘણાં લોકોની સ્કિન ડ્રાય થઇ જાય છે. ખાસકરીને મોટાભાગના લોકો ચહેરાની ચામડી ડ્રાય થઇ જતી હોવાની ફરિયાદો કરતા હોય છે. ડ્રાય થતાં જ ચહેરો તેની ચમક પણ ગુમાવી દેતો હોય છે. આવામાં તમને અહીં દર્શાવવામાં આવેલા ઘરેલું ઉપચાર કામ લાગશે...

વાસ્તવમાં સ્કિનમાં પાણીની ઉણપ સર્જાવાને કારણે તે ડ્રાય થઇ જાય છે. આવામાં ઘરમાં 4-5 બદામ પીસીને તેમાં થોડું મધ ભેળવી દો. આ પેકને ચહેરા પર લગાવો. 15 મિનિટ સુધી તેને ચહેરા પર રાખ્યા બાદ પાણીથી ધોઇ દો. આ સિવાય તમે બદામના તેલથી ચહેરા પર હલકા હાથે મસાજ પણ કરી શકો છો. આ મસાજ કર્યા બાદ અડધી નાની ચમચી કપુર, એક ચમચી લિંબુની છાલનો પાવડર, એક ચમચી ચણાનો લોટ અને એક ઈંડાનો સફેદ ભાગ ભેળવીને સ્ક્રબ તૈયાર કરો. આ મિશ્રણ લઇ તેને તમારા ચહેરા પર હલકા હાથે મસાજ કરો. 5-7 મિનિટ બાદ ચહેરો ધોઇ દો.

આ સિવાય આ સીઝનમાં સ્કિનને હેલ્ધી રાખવા માટે દિવસના 10-12 ગ્લાસ પાણી પીઓ. લીલા શાકભાજી, ફળ, સલાડ, દૂધનું પૂરતું સેવન કરો. જેથી બહુ જલ્દી તમે ચામડીને લગતી ઉપરની સમસ્યામાંથી ઉગરી જશો.

વેબદુનિયા પર વાંચો