હવે વાળ સ્ટ્રેટ કરવા હોય તો લગાવો દહીં અને કેળાનું હેયર પેક

રવિવાર, 26 ફેબ્રુઆરી 2017 (10:25 IST)
આપણે બધાને સીધા અને મુલાયમ વાળ હોય એવી ઈચ્છા રહે છે. સીધા વાળ બહુ ટ્રેંડી(આધુનિક) અને વ્યવસ્થિત લાગે છે. તમે સેલૂનમાં જઈને તમારા વાળને સ્થાઈ રીતે સીધા કરી શકો છો પણ સેલૂનમાં વપરાતા પર્દાર્થ ખૂબ કઠોર અને નુકશાનદાયક હોય છે અને તમારા વાળને સ્થાઈ રીતે નુકશાન પહોંચાડી શકે છે. પણ ચિંતા ન કરો, દહીંથી વાળ પ્રાકૃતિક રીતે સીધા કરી શકાય છે. આવો જાણીએ કે વાળ સીધા કરવા માટે દહીંનું આ પેક તમે કેવી રીતે બનાવી શકો છો. 
 
સામગ્રી- 1 કપ દહીં (વાળની લંબાઈ મુજબ) 2 કેળા 2 ટીસ્પૂન મધ 
લગાડવાની રીત - એક વાડકામાં કાંટા કે ચમચીની મદદથી કેળા ને ત્યા સુધી મસળો જયારે સુધી એ સારી રીતે નરમ ન થઈ જાય. એના માટે વધારે પાકેલા કેળાનો ઉપયોગ કરો જેને સામાન્ય રીતે તમે ફેંકી દો છો. જેથી ફળ વ્યર્થ નહી જાય. એમાં મધ અને દહીં મેળવો. મિશ્રણને સારી રીતે મિક્સ કરો. તમારુ પેક તૈયાર છે. હાથની મદદથી એને વાળ પર લગાવો. એને ટપકવાથી બચાવવા માટે શાવર કેપ પહેરી લો. આ માસ્કને એક કલાક સુધી લગાડી રાખો. . ત્યારબાદ શૈંપૂ અને કંડીશનરથી વાળને ધોઈ નાખો.જે લોકોના વાળ પ્રાકૃતિક રૂપે વાંકડિયા છે એમને  માટે આ ઉપાય પ્રભાવી નથી. આ ઉપાય માત્ર તેમને માટે છે જેના વાળ ગૂંચવણ કે નમીના કારણે ઉડતા રહે છે.  આમ તો આ પેક દ્વારા વાંકડિયા વાળ પણ  ચમકદાર અને સ્વસ્થ થઈ જશે.  તેથી જો તમારા વાળ સીધા નથી તો આ પેક તમારા માટે ઉપયોગી છે. 

વેબદુનિયા પર વાંચો