ઓન લાઈન શોપિંગમાં શુ કાળજી રાખશો.. જાણો ઓનલાઈન શોપિંગના ફાયદા

સોમવાર, 6 ઑક્ટોબર 2014 (18:08 IST)
હવે ટીવીથી લઈને ઈંટરનેટ પર અનેક એવી જાહેરાતો જોવા મળે છે જેના દ્વારા તમે ઓનલાઈન શોપિંગ દ્વારા જ્વેલરી ખરીદી શકો છો. માઉસના એક ક્લિક પર તમે તમારી મનપસંદ ડીઝાઈનની જ્વેલરી ઓર્ડર કરી શકો છો. હકીકતમાં જોવા જઈએ તો તેમા એવી યુનિક ડિઝાઈન હોય છે જે તમને તમારા ફ્રેંડ સર્કલમાં સૌથી અલગ તારવી શકે છે. 
 
એટલુ જ નહી ઓનલાઈન શોપિંગનો એક ફાયદો એ પણ છે કે તમને જુદી જુદી દુકાનો પર ભટકીને તમારો સમય ખરાબ કરવાની જરૂર નથી પડતી. બસ ઘરેથી ઓર્ડર કરો અને ઘર પર જ સામાન લો. આ માટે જરા સમજી વિચારીને જ માઉસ ક્લિક કરો. ક્યાક તમે છેતરાય ન જાવ.  
 
શુ છે લાભ... 
 
ઓનલાઈન શોપિંગમાં જ્વેલરીની કિમંતની ચુકવણી માટે જ્વેલર્સ પોતાના ગ્રાહકોને અનેક ઓપ્શન આપે છે. 
-નેટ બેકિંગમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઉપરાંત સામાન મળતા કેશ ચુકવણીની પણ સુવિદ્યા આપે છે. 
- આ ઉપરાંત કેટલાક જ્વેલર્સ ઓનલાઈન શોપિંગ કરવા બદલ ગ્રાહકોને સહેલાઈથી હપ્તામાં ચુકવણીની સુવિદ્યા પણ આપે છે. 
- આનો સૌથી મોટો ફાયદો એ છેકે તમે ખૂબ જ સહેલાઈથી દૂર દેશ કે બીજા શહેરમાં બેસીને પોતાના નિકટના સંબંધી કે મિત્રોને ગિફ્ટ મોકલીને તેને સારુ સરપ્રાઈઝ આપી શકો છો. 
 
- ઓનલાઈન શોપિંગ પર લગ્ન અને તહેવારોની સીઝનમાં ગ્રાહકોને સ્પેશ્યલ છૂટ મળે છે. 
 
શુ સાવધાની રાખવી જોઈએ 
 
- જ્વેલરી ખરીદતા પહેલા સારી રીતે જાણી લેવુ જોઈએકે જો તે તૂટેલી નીકળે તો શુ તેને પરત કરવાની સુવિદ્યા છે કે નહી. 
 
- આ વાતની માહિતી મેળવી લો કે રસ્તામાં થનારા નુકશાન માટે કંપનીએ વીમો કરાવ્યો છે કે નહી 
 
- જ્વેલરીની રસીદ ક્વાલિટી સર્ટિફિકેટ અને વોરંટી કાર્ડ લેવાનુ ન ભૂલશો 
 
- હીરા કે અન્ય કિમંતી રત્નોની જ્વેલરી ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખો કે તેની સાથે કોઈ માન્યતા પ્રાપ્ત જૈમોલોજી સંસ્થાનુ પ્રમાણપત્ર છે કે નહી. 
 
- અનેકવાર એવુ પણ થાય છે કે જ્વેલરી તમારા આપેલ માપના મુજબ સારી નથી હોતી કે જ્વેલરીની જે ડિઝાઈન તમે વેબસાઈટ પર જોઈ હતી હકીકતમાં તમરી પાસે તેનાથી જુદી ડિઝાઈનની જ્વેલરી મોકલવામા આવે છે. આવી સ્થિતિમાં કેટલાક વિક્રેતા જ્વેલરી પરત લેવાની ના પાડી દે છે. આ સમસ્યાથી બચવા માટે બિલની ચુકવણી કરતા પહેલા જ્વેલરીનુ માપ અને ડિઝાઈન વિશે સંપૂર્ણ ખાતરી કરી લો.  
 

વેબદુનિયા પર વાંચો