પાતળા વાળથી પરેશાન છો તો લગાવો આ નેચરલ ઓઈલ

શનિવાર, 17 ડિસેમ્બર 2016 (12:34 IST)
દરેક યુવતી ઈચ્છે છેકે તેના વાળ લાંબા અને ઘટ્ટ હોય. અનેકવાર પહેલા તો વાળ જાડા હોય છે પણ પછી તે ઝડપથી પાતળા થવા માંડે છે. તેની પાછળ અનેક કારણ હોઈ શકે છે. જેવા કે ખોટુ ખાન-પાન અને કૈમિકલયુક્ત પ્રોડક્ટ. જો તમે પણ પાતળા વાળથી પરેશાન છો તો નેચરલ ઓઈલનો ઉપયોગ કરો. આજે આપણે આપણા ઘરે ઑઈલ બનાવતા શિખવાડીશુ. જેનાથી તમારા વાળ જાડા અને સુંદર બનશે. 
 
સામગ્રી 
 
- 1 નાની વાડકી નારિયળ કે બદામનુ તેલ 
- 2 લસણની કળિયો (નાના નાના ટુકડામાં કાપેલી) 
- અડધી ડુંગળી 
- ટી ટ્રી ઑઈલ 
 
ઓઈલ બનાવવાની વિધિ 
 
1. સૌ પહેલા એક પેનમાં નારિયળનુ તેલ નાખો 
2. તે પીગળતા તેમા લસણ અને ડુંગળી નાખીને તાપ ધીમો કરી દો. 
3. ડુંગળી ગુલાબી થતા ગેસ બંધ કરી દો અને તેલને ઠંડુ થવા માટે મુકી દો. 
4. ઠંડુ થતા તેમા ટી ટ્રી ઑયલ મિક્સ કરો. પછી તેલને ગાળીને એક બોટલમાં ભરી લો. 
 
લગાવવાની રીત - તેને તમે સાધારણ તેલની જેમ તમારા વાળમાં લગાવી શકો છો. તેલને માથામાં ઓછામાં ઓછુ એક કલાક માટે રહેવા દો. આખી રાત તેલ લગાવવાથી વધુ ફાયદો મળશે.  પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. આવુ અઠવાડિયા 3-4 વાર કરવાથી તમને 6 મહિનામાં તમારા વાળમાં ફરક જોવા મળશે. 
 

વેબદુનિયા પર વાંચો