શિયાળામાં ફાટેલી એડીઓને આ રીતે કોમળ બનાવો

શનિવાર, 21 જાન્યુઆરી 2017 (17:34 IST)
શિયાળામાં ત્વચા ખૂબ શુષ્ક થઈ જાય છે. આવામાં લોકો ફક્ત ચેહરાની શુષ્ક ત્વચાને મુલાયમ કરવી જ જરૂરી સમજે છે. જ્યારે કે શરીરના બાકી ભાગ તરફ ધ્યાન દેવુ પણ એટલુ જ જરૂરી છે જેટલુ ચેહરાનુ. શિયાળો આવતા જ એડિયા ફાટવી શરૂ થઈ જાય છે.  ફાટેલી એડિયોજો ધ્યાન ન રાખવામાં આવે તો તે વધુ ફાટી શકે છે. જો તેની ઘરમાં જ થોડી કેયર કરવામાં આવે તો એ મુલાયમ થઈ શકે છે.  ફાટેલી એડિયોને ઠીક કરવા માટે કેટલાક ઘરેલુ નુસ્ખા કારગર સિદ્ધ થાય છે. 
 
- ગુલાબજળ અને ગ્લિસરીનને એક સાથે મિક્સ કરીને તેમા એડિયો પલાળો. ઓછામાં ઓછી 20 મિનિટ સુધી એડિયોને એવી જ મુકો. તેનાથી ત્વચાનો કડક ભાગ નરમ થશે. આ મિશ્રણનો ઉપયોગ સતત થોડા દિવસ કરો. 
 
- મીણ અને નારિયળના તેલનો ફાટેલી એડિયો પર જોરદાર અસર થાય છે. મીણ અને નારિયળને તેલને એક સાથે મિક્સ કરો. તેને ત્યા સુધી ગરમ કરો જ્યા સુધી મીણ ઓગળી ન જાય. હળવુ ઠંડુ થતા આ મિશ્રણને એડિયો પર લગાવો. 
 
- મઘ પ્રાકૃતિક રૂપે ત્વચાને નરમ બનાવે છે. એક ડોલમાં ગરમ પાણી લો. તેમા અડધો કપ મધ નાખો. તેમા પોતાની એડીને લગભગ 20 મિનિટ સુધી રાખો.  ત્યારબાદ એડિયોને ધોઈને કોઈ ક્રીમથી મસાજ કરી લો. તેનાથી તમારી એડિયો નરમ પડશે. 
 
- પાકેલા કેળાના ગૂદાને ફાટેલી એડિયો પર મસળો. 20 મિનિટ પછી તેને ધોઈ નાખો. સાફ કરતી વખતે સાબુનો ઉપયોગ ન કરશો. 
 
- વાળને લાંબા અને ઘટ્ટ બનાવવા માટે દિવેલ તેલના ઉપયોગ વિશે બધા જાણે છે પણ ફાટેલી એડિયો માટે પણ ખૂબ લાભકારી હોય છે. પગને ગરમ પાણીથી ધોઈને  તેના પર દિવેલ લગાડવાથી ફાટેલી એડિયો ઠીક થઈ જાય છે. 
 
- દોઢ ચમચી વૈસલીનમાં એક નાની ચમચી બોરિક પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લો અને તેને ફાટેલી એડિયો પર સારી રીતે લગાવી લો. થોડા જ દિવસોમાં ફાટેલી એડિયો ફરીથી ભરવા લાગશે. 
 
- તમે ઘર પર જ પેડીક્યોર કરી શકો છો. કુણા પાણીમાં થોડુ શૈપૂ,  એક ચમચી સોડા અને થોડાક ટીપા ડેટોલ નાખીને 10 મિનિટ સુધી પગ પલાળી રાખો. પછી પગ પર જૈતૂન કે નારિયળના તેલથી મસાજ કરો.  તેનાથી એડિયોની મૃત ત્વચા આપમેળે જ નીકળી જશે. 

વેબદુનિયા પર વાંચો