એક સંતરાના એટલા લાભ કે જેનાથી તમે હશો અજાણ

શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2015 (14:50 IST)
સંતરામાં પ્રોટીન ,કેલ્શિયમ , કાર્બોજ ,વસા ,ફાસ્ફોરસ લોખંડ અને તાંબુ હોય છે જેના નિયમિત સેવનથી શરીરને લાભ પહોંચે છે. સંતરાનો રસ દુર્બળ માણસને પણ આપી શકાય છે. સંતરાના રસની આ વિશેષતા  છે કે એ નું શરીરમાં પહોંચતા જ લોહીમાં રોગ નિવારણીય કાર્ય પ્રારંભ કરે છે. એમાં ગ્લૂકોઝ  અને ડેક્સ્ટ્રોજની પ્રચૂર માત્રા હોય છે. સંતરામાં પર્યાપ્ત ઉપયોગી તત્વ હોવાના કારણે શારીરિક રોગોથી લડવાની શક્તિ મળે છે. 
 
ઉલ્ટી કે ઉબકા થતાં સંતરાના રસમાં થોડી કાળી મરી અને મીઠું મિક્સ કરી પીવાથી લાભ મળે છે. કબજીયાત  થતા સંતરાનું  સેવન નિયમિત કરો. આના રેશા કબજીયાત દૂર કરવામાં મદદરૂપ છે. તેના રસના શરબતમાં રસનો શરબતમાં સંચળ, શેકેલું જીરું , કાળા મરીનો  પાવડર મિકસ કરી લેવાથી લાભ મળે છે. સંતરાનુ નિયમિત સેવન માનસિક તણાવ અને મગજની ગરમીથી રાહત આપે છે. 
 
પાચન વિકાર થતા સંતરાના રસને હળવું ગરમ  કરી તેમાં સંચળ  અને સૂંઠનો પાવડર મિક્સ કરી પીવાથી લાભ મળે છે.ચેહરા પર ખીલ થતા સંતરાના રસને નિયમિત સેવન કરવાથી લાભ મળે છે. એની છાલને સુકાવી, વાટીને હળદર, ચંદન, બેસન દૂધ કે મલાઈ મિકસ કરી લગાડો. આ પેકને 15-20 મિનિટ સુધી ચેહરા પર રહેવા દો, પછી તાજા પાણીથી ચેહરા ધોઈ લો. ચેહરો ચમકી જશે. 
 

વેબદુનિયા પર વાંચો