Hair Care- આ ટીપ્સ અને ટ્રીક્સ ઉનાળામાં વાળને સુકા અને નિર્જીવ થવાથી રોકે છે, તમે પણ જરૂર ટ્રાઈ કરો.

ગુરુવાર, 15 એપ્રિલ 2021 (15:02 IST)
ઉનાળાના આગ વરસાવતા તડકા અને હાનિકારક યુવી કિરણો તમારા વાળનો ભેજ છીનવી લે છે અને તેને શુષ્ક અને નિર્જીવ બનાવે છે. વાળને સ્વસ્થ રાખવા અને ખોવાયેલા ભેજને પાછા લાવવા લોકો બજારમાં મળતી વિવિધ કેમિકલયુક્ત ચીજોનો ઉપયોગ કરે છે. જેનાથી વાળને ફાયદા કરતા નુકસાન વધુ થાય છે. જો તમને પણ દર વર્ષે આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો આ ટીપ્સ અને ટ્રીક્સ અજમાવી જુઓ.
 
ડ્રાઈ શેંપૂ
 
ઉનાળામાં હમેશા ઘણા લોકોના સ્કેલ્પ (ચિપચિપિયા)  સ્ટીકી થઈ જાય છે. જેના કારણે તે દરરોજ તેમના વાળને ધોવા શરૂ કરી દે  છે. તેથી તેમના વાળ વધારે ફ્રીજી થઈ શકે છે. જો તમારે બહાર જવું છે અને તમે એક દિવસ પહેલા જ તમારા વાળને શેંપૂ કર્યો છે તો તમે વાળને ફરીથી ધોવાના બદલે તેને ડ્રાઈ શેંપૂ કરી શકે છે. આ સ્કેલ્પથી નિકળતા એક્સ્ટ્રા તેલને શોષવામાં મદદ કરે છે.  
 
કંડીશનરનો ઉપયોગ
ડ્રાઈ અને ફ્રીજી વાળથી છુટકારો મેળવવા માટે વાળ ધોયા પછી કંડીશનરનો ઉપયોગ જરૂર કરો. આવું કરવાથી તમારા વાળ માઈશ્ચરાઈજ રહે છે અને ગૂંચવણ થઈને તૂટતા પણ નથી.  
 
હીટ સ્ટાઈલિગથી રહેવું દૂર 
 
હીટ સ્ટાઈલિંગ તમારા વાળને ડેમેજ કરે છે. જો તમે તેનો ઉપયોગ તમારા વાળ પર કરવા ઈચ્છો છો તો તેનો ઉપયોગ કરવાથી પહેલા હીટ પ્રોટેકશન સ્પ્રેનો ઉપયોગ જરૂર કરો. આ તમારા વાળને ગર્મીના કારણે થતા નુકશાનથી બચવાની સાથે તેને ફ્રીજી અને ડ્રાઈ થવાથી બચાવશે. 
 
ટ્રીમિંગ 

બે મોઢા વાળા વાળ તમારા વાળને ન માત્ર નુકશાન પહોંચાડે છ પણ તેમની ગ્રોથ પર પણ ખરાબ અસર નાખે છે. તમારા વાળને સારી ગ્રોથ માટે તેને નિયમિત રૂપથી ટ્રીમ કરાવો. 
 
કૉટનના કપડા 
ઉનાળામાં માથા પર ઓઢાડેલું કૉટનના કપડા ન માત્ર વાળને તીવ્ર તડકાથી બચાવશો પણ તેનાથી તમારા માથા પર પરસેવું પણ નહી આવશે. ઑયલી સ્કેલ્પ વાળા લોકોને તો તેમના માથાને કૉતનના કપડાથી 
જરૂરે ઢાકીને બહાર નિકળવું જોઈએ.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર