Hair Care Tips - : ખોડામાંથી છુટકારો મેળવવા માંગો છો ?

માથામાં થતાં ખોડાના પ્રકારો અનેક હોય છે, જેમાં ઓઇલી ડેન્ડ્રફ એટલે કે તૈલિય ખોડાની સમસ્યા સામાન્ય છે. તે ત્વચાની સમસ્યા છે જેમાં માથાની ત્વચામાંથી વધુ માત્રામાં તેલ નીકળે છે જે કારણે ત્વચા પર યીસ્ટ જામી જાય છે જેને મેલેસિઝિયા કહે છે.

ઓઇલી ડેન્ડ્રફની સમસ્યા કોઇને પણ થઇ શકે છે જે એક વારસાગત સમસ્યા હોય છે. પોલ્યુશન, તણાવ, સ્થૂળતા અને ઋતુમાં થતાં ફેરફારોને કારણે તે સર્જાય છે. જો તમે પણ આવી સમસ્યાથી પીડાતા હોવ તો આવો જાણીએ તેને દૂર કરવાના ઘરેલુ ઉપચાર...

1. ટી ટ્રીના તેલના થોડાં ટીંપા, સરકો, લસણની પેસ્ટ અને લીમડાનો પાવડર યીસ્ટના ઇન્ફેક્શનને દૂર કરી ખોડો દૂર કરે છે.

2. તમારા માથા પર એલોવીરાના પાંદડા ઘસો કે પછી તેમાં થોડું લીંબુ મિક્સ કરો. તેને રાતે માથા પર લગાવો અને સવારે વાળ ધોઇ લો.

3. જાસૂદના ફૂલના પાંદડાનું જેલ લગાવવાથી ઓઇલી ત્વચામાંથી છુટકારો મળે છે. તેને થીની પેસ્ટ સાથે દરરોજ લગાવવાથી ઘણો લાભ મળે છે.

4. સફરજનનો સરકો તૈલિય ખોડાને ખતમ કરે છે માટે જ્યારેપણ નબાવા જાઓ તેના થોડા કલાકો પહેલા તમારા વાળને તેની મદદથી અચૂક મસાજ કરો.

5. જો તમારા વાળ તૈલિય છે તો તેના પર તમે મહેંદી લગાવી શકો છો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર