આ દિવસોમાં વાળમાં ડેન્ડ્રફની સમસ્યા વધી છે અને શિયાળાની સાથે આ સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં, ડેન્ડ્રફને કારણે, તમારા વાળ ઝડપથી ખરી શકે છે અને નુકસાન પહોંચાડે છે. તેમજ જો લાંબો સમય બાકી રાખવામાં આવે તો તેનાથી માથાની ચામડીમાં ઈન્ફેક્શન પણ થઈ શકે છે. આપ જાણો છો માથાના ખોડો કેમ થાય છે
1. શુષ્કતાને લીધે ખોડો ક્યારેય નથી થતો - આપણામાંથી ઘણાં લોકો એવું માને છે કે માથામાં ખોડો ત્યારે જ થાય છે જ્યારે આપણા માથાની ત્વચા શુષ્ક હોય છે. પણ આ કારણ એકદમ ખોટું છે કારણ કે ખોડા પાછળ છુપાયેલી છે એક યીસ્ટ જે માથાની મૃત ત્વચાને ખાઇને જીવે છે કે પછી માથામાં જામેલા તેલને પોતાનો ખોરાક બનાવે છે. આ જ કારણે આપણા માથાની ત્વચાના કોષો બહુ જલ્દી ખરવા લાગે છે અને આપણે સમજીએ છીએ કે માથામાં ખોડો થઇ ગયો છે.
2. વાળમાં શેમ્પૂ - ઘણીવાર ઉપદેશ આપવામાં આવે છે કે જો આપણા વાળમાં ખોડો થઇ ગયો હોય તો વારંવાર શેમ્પૂ ન કરવું જોઇએ. ત્વચા નિષ્ણાતો હંમેશા એ જ સલાહ આપે છે કે આપણે આપણા વાળમાં એક માઇલ્ડ શેમ્પૂનો પ્રયોગ જ કરવો જોઇએ જેનાથી આપણા વાળની નમી ખોવાઇ ન જાય. જો માથામાં વધારે ખોડો છે તો તેના માટે મેડિકેટેડ શેમ્પૂનો રોજ પ્રયોગ કરો.