ડાર્ક સર્કલ્સને ઓછુ કરવા માટે
જો તમારી આંખની નીચે જો ડાર્ક સર્કલ બની ગયા હોય તો તેના માટે ગુલાબજળનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ઉપાય છે. માત્ર એક કોટન બોલ લો અને તેમાં ગુલાબજળ છાંટ્યા પછી તેને ટેપ કરીને આંખો પર લગાવો. આ પદ્ધતિનો ઉપયોગ દરરોજ રાત્રે સૂતા પહેલા કરી શકાય છે.
બૉડી લોશનને બનાવો લોંગ લાસ્ટિંગ
ઘણીવાર આપણે સ્નાન કર્યા પછી શરીર પર લોશન લગાવીએ છીએ. જો તમે ઇચ્છો છો કે તમારું બોડી લોશન લાંબા સમય સુધી ચાલે તો લોશનનો ઉપયોગ કરતા પહેલા તેમાં થોડું ગુલાબજળ મિક્સ કરો. આ તમારી ત્વચાને હાઇડ્રેટ કરશે અને તેને લાંબા સમય સુધી પોષણયુક્ત રાખવામાં મદદ કરશે.
ટેનિંગ દૂર કરવા માટે આ રીતે ઉપયોગ કરો
ઉનાળાની આ ઋતુમાં હાથ, પગ અને ગરદન કાળા થવા સ્વાભાવિક છે. પરંતુ જો તમે આ ટેનિંગને ઓછું કરવા માંગતા હોવ અને ગોરી અને ગ્લોઈંગ સ્કીન ઈચ્છો છો તો તુલસીના પાનને પીસીને તેમાં ગુલાબજળ મિક્સ કરીને લગાવો. આ તમારા ટેનિંગને ઘટાડી શકે છે.