ગુલાબી નિખાર મેળવવા માટે ઘરે બનાવો ચુકંદર ફેસ માસ્ક દરેક કોઈ પૂછ્શે ચમકદાર સ્કિનનો રહસ્ય

સોમવાર, 30 ઑગસ્ટ 2021 (10:34 IST)
ચુકંદર ખાવાથી આરોગ્યને ઘણા ફાયદા મળે છે. તેમાં એંટી ઑક્સીડેંટની ભરપૂર માત્રા હોય છે. જે અમારા ચેહરાની કરચલીઓ અને આંખોને ડાર્ક સર્કલને ઓછુ કરવામાં મદદ કરે છે. શરીરમાં આયરનની કમી થતા ચુકંદર ખાવાની સલાહ અપાય છે. સાથે જ લોહીની કમી વાળા લોકોને તેનો જ્યુસ પીવા કહે છે. આરોગ્ય માટે ફાયદાકારી ચુકંદરના સ્કિન પર પણ ઘણા ફાયદા છે. દરેક કોઈ બેબી જેવી પિંક સ્કિન મેળવવા 
ઈચ્છે છે. તેથી ચુકંદરની મદદથી બેબી પિંક સ્કિન મેળવવા ઈચ્છો છો. તેથી ચુકંદરની મદદથી બેબી પિંક સ્કિન મેળવી શકો છો. તેના માટે તમે ઘરમાં જ ચુકંદરથી બનેલ ફેસ માસ્કનો ઉપયોગ કરી શકો છો. ચાલો આણીએ ચુકંદરથી બનેલ ફેસ માસ્ક વિશે 
 
ચુકંદર ફેસ માસ્ક બનાવવાની સામગ્રી 
2 ચમચી ચણાનો લોટ 
1 ચમચી દહીં 
1 ચમચી લીંબૂનો રસ 
2 ચમચી બીટનો રસ 
 
ચુકંદર ફેસ માસ્ક બનાવવાની રીત 
ચુકંદરને સારી રીતે તેને છોલીને છીણવું અથવા પીસવું. સાથો સાથ એક વાસણમાં ચણાનો લોટ, દહીં, બીટરૂટ અને લીંબુનો રસ મિક્સ કરો. બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો અને થોડી વાર માટે રહેવા દો.થોડા સમય પછી, જો ફેસ પેક સારી રીતે સુકાઈ જાય તો તેને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એકવાર તેને લાગુ કરવાની ખાતરી કરો. આ ફેસ પેક ચહેરાની ચમક વધારવામાં મદદ કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર