શિયાળાની ઋતુમાં આ રીતે 1 જ રાતમાં મેળવો કુદરતી નિખાર

મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (16:10 IST)
શિયાળાની ઋતુમાં ત્વચા શુષ્ક અને બેજાન બની જાય છે. જેનાથી ચેહરાની કુદરતી ચમક છિનવાય જાય છે. આવામાં ત્વચાની દેખરેખ કરવી ખૂબ જરૂરી છે. જેથી કુદરતી નિખાર કાયમ રહે. આજે અમે તમને ત્વચામાં નિખાર મેળવવા માટે એક એવો ફેસ માસ્ક બનાવવાની રીત બતાવી રહ્યા છે જેનાથી તમારી ત્વચા ચમકદાર બની જશે. 
 
સામગ્રી 
- 1/2 ટી સ્પૂન કૉસ્ટર ઓઈલ 
-1/2 ટી સ્પૂન ગ્લિસરીન 
- 1/2 ટી સ્પૂન લીંબૂનો રસ 
 
વાપરવાની રીત - આ 3 વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો અને પૈક તૈયાર કરી લો. હવે તેને રાત્રે ચેહરા પર લગાવો અને સવારે તાજા પાણીથી ચેહરો સાફ કરી લો.  આ માસ્કને અઠવાડિયામાં 1-2 વાર ઉપયોગમાં લઈ શકાય છે. 

વેબદુનિયા પર વાંચો