Shining Skin Face tips- રૂપમાં નિખાર માટે બ્યૂટી ટીપ્સ

ગુરુવાર, 27 ઑગસ્ટ 2020 (16:19 IST)
એક ચમચી કાચા દૂધમાં થોડી હળદર અને લીંબુના બે-ત્રણ ટીપા તેમજ સરસિયાના તેલના બે ત્રણ ટીપા નાખીને લેપ બનાવો. આ લેપ તમારા મોઢા પર રોજ સૂતા પહેલા લગાવીને સૂઈ જાવ. સવારે કૂણા પાણીથી ચેહરો ધોઈ નાખો. ચેહરા પર સાબુ ન લગાવશો. પંદર દિવસ સુધી નિયમિત આવુ કરશો તો તમને તમારા રૂપમાં નિખાર જોવા મળશે.
 
- ટામેટા અને ખીરાના રસને બરાબર મિક્સ કરીને ચેહરા પર લગાવો. અડધો કલાક પછી ચેહરો ધોઈ નાખો. ચેહરો ખીલી જશે.
 
- એક ચમચી મધમાં અડધી ચમચી લીંબુનો રસ નાખી લગાવો. 10 મિનિટ પછી ચેહરો કૂણાં પાણીથી ધોઈ નાખો. જેમની સ્કીન ઓઈલી હોય છે તેમને માટે આ ફાયદાકારક છે.
 
- પપૈયાના ગુદાને ચેહરા પર લગાવીને સૂકાય જાય ત્યાં સુધી રહેવા દો. પછી ચેહરો પાણીથી ધોઈ નાખો. આ રીતે તમે સંતરા, કેરી અને તરબૂચ જેવા અન્ય ફળનો રસ કે ગુદાને પણ ચેહરા પર લગાવી શકો છો.
- સૂકી ત્વચા માટે કેળાના એક ટુકડાને મેશ કરીને તેમા અડધી ચમચી મધ મિક્સ કરી લો. ચેહરા પર 15 મિનિટ લગાવીને કુણાં પાણીથી ચેહરો ધોઈ નાખો. ચેહરો ચમકી જશે.
 
- જેમની ત્વચા ઓઈલી હોય છે તેમને માટે મુલ્તાની માટીને ગુલાબજળમાં નાખીને તેનો લેપ બનાવીને લગાવવાથી ફાયદો થશે. આ લેપ ત્વચા પર થતા ફોડા કે ખીલને ઘટાડે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર