બ્યુટી ટિપ્સ - ત્વચા માટે લાભદાયક છે કોફી

સોમવાર, 19 ઑક્ટોબર 2015 (13:32 IST)
તમે કોફીનો પ્રયોગ ફક્ત તમારા કિચનમાં જ કરતા હશો પણ શુ તમે જાણો છો કે જે કોફીને પીવાથી તમારુ બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે તે તમારા સ્વાસ્થ્ય ઉપરાંત તમારી સુંદરતામાં પણ ચાર ચાંદ લગાવી દે છે. કોફીના બ્યુટી સીક્રેટ્સથી તમે અજાણ છો તેમા એંટી-ઓક્સીટેંડ્સ રહેલા છે.  જે તમને ઈંસ્ટેટ ગ્લો આપે છે. માર્કેટમાં બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ કોફીનો પ્રયોગ કરવામાં આવે છે. આવો જાણીએ કોફીથી રૂપ નિખારવાના ઈઝી ટિપ્સ. 
 
1. સમાન માત્રામાં કૉફી અને નારિયળ તેલ મિક્સ કરીને તેને વાડકીમાં નાખો અને તેને ફ્રિઝરમાં મુકી દો અને તેના સારી જમ્યા પછી આ ક્યૂબનો ઉપયોગ તમે નહાતી વખતે કરો. કૉફી તમારા સ્કિન પોર્સ માટે ખૂબ ગુણકારી હોય છે. અડધો કપ કોફીના દાણા(બીજ)માં 3 ચમચી બૉડી ઓઈલ અને 2 ચમચી ગુલાબજળ મિક્સ કરો. આ પેસ્ટને થાઈઝ અને હિપ્સ જેવા સેલ્યૂલાઈડ અફેક્ટેડ એરિયા પર લગાવવાથી તેનુ સારુ પરિણામ મળશે. 
 
2. કૉફીમાં રહેલા કૈફીનથી સ્કિન ડલનેસ દૂર થાય છે જે તમારી સ્કિનમાં નિખાર લાવે છે. કોફીના બીજ સ્કિન પર રગડવાથી ડેડ સેલ્સ ખતમ થઈ જશે અને સ્કિન કોમળ થઈ જાય છે. 
 
3. કૉફી પર થયેલ શોધ મુજબ તેમા જોવા મળતા કૈફીનથી સ્કિન કૈસરથી બચી શકાય છે. આ ઉપરાંત આ તમારી વધતી વયની અસર ઓછી કરે છે. બ્લેક કૉફીને આઈસ ટ્રેમા ફ્રિજ કરીને તમે રોજ સવારે ઉઠીને તમારા ચેહરા પર લગાવો. તેનાથી ચેહરા પર આવેલ સૂજન ઓછી થશે અને બ્લડ સર્કુલેશન સારુ થશે. 
 
4. કૉફી બીંસને વાટીને દૂધમાં મિક્સ કરીને કોણી અને ઘૂંટણ પર લગાવવાના થોડા સમય પછી રગડીને કાઢી નકહો. તેનાથી ડાર્ક સ્કિનમાં નિખાર આવે છે. આ ઉપરાંત કરચલીઓથી છુટકારો મેળવવા માટે કૉફી બીંસને કોકો બટરમાં મિક્સ કરીને તમારી બોડી પર લગાવવાથી તમારી સ્કિન ગ્લો કરશે.  
 

વેબદુનિયા પર વાંચો