લગ્નથી પહેલા થવું છે ફિટ તો વાંચો કામના 6 ટિપ્સ

સોમવાર, 22 એપ્રિલ 2019 (13:08 IST)
જો જલ્દી જ તમારા લગ્ન થવા વાળું છે અને તમે તેના માટે સુંદર અને ફિટ જોવાવા ઈચ્છો છો, તો તમને ડાઈટને લઈને કેટલીક વાતોંનો ધ્યાન રાખવું જોઈએ, તમને જણાવીએ વજન ઓછું કરવાના કેટલાક જરૂરી ટીપ્સ 
1. આટલા ઓછા સમયમાં તમને જ્યારે જાડાપણ ઘટાવવું હોય તો, ધ્યાન રાખો કે ખાવાની માત્રા એકદમથી ઓછી નહી કરવી. શરીરને 1200 કેલોરી દરરોજની જરૂરત હોય છે. તેથી તમે 1000થી ઓછી કેલોરી કોઈ પણ સ્થિતિમાં ન લેવી. તેનાથી થાક અને ઉર્જાની ઉણપ નહી હશે. 
 
2. ખાવામાં તેલીય અને મસાલેદાર વસ્તુઓથી કદાચ પરહેજ કરવું. લો કેલોરી ફૂડ પર ધ્યાન કેંદ્રિત કરવું. બાફેલી શાક પણ ફાયદાકારી હશે. ઈચ્છો તો  વગર ખાંડનો જ્યૂસ, સૂપ, ગ્રીન ટી, નારિયેળ પાણી, લીંબૂ પાણીનો સેવન કેટલાક કલાકોમાં કરી શકો છો. 
 
3. બિસ્કીટ, બ્રેડ, નમકીન, ચૉકલેટ, ચિપ્સ જેવી વસ્તુઓથી દૂરી બનાવી લો. મેંદાની વસ્તુ કદાચ ન ખાવું. સૂપ અને જ્યૂસની બાબતમાં બજારની વસ્તુઓની જગ્યા ઘર પર બનાવીને જ લેવી. 
 
4. ફળ, શાક, સલાદ અને સૂકા મેવાને આહારમાં વધારે થી વધારે શામેલ કરવું. તેનાથી તમારા શરીરમાં પોષણની ઉણપ નહી હશે અને ઉર્જા બની રહેશે. તે સિવાય તમારું પેટ પણ જલ્દી ભરી જશે. 
 
5. સવારે સાંજે આશરે 1 કલાક પગે ચાલવું અને કાર્ડિઓ વ્યાયામ કરવું. આશરે 1 થી દોડ કલાક કાર્ડિયો કરવું. તે સિવાય યોગા કરવાથી પણ શરીરને યોગ્ય આકારમાં આવશે. 
 
6. સવારે ખાલી પેટ ગરમ પાણીમાં લીંબૂ-મધ કે પછી તજનો પાઉડર લેવું. તમે ઈચ્છો તો કોથમીર અને લીંબૂનો જ્યૂસ બનાવીને પણ ખાલીપેટ લઈ શકો છો. આ પણ તમારું વજન ઓછું કરવામાં સહાયક છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર