બ્યુટિ ટિપ્સ - સફેદ ડાધ દૂર કરવા માટેના 5 ફેસપેક

ઓઇલી સ્કિન ધરાવતા લોકોને વ્હાઇટહેડની સમસ્યા હોવી બહુ સામાન્ય વાત છે. ખરાબ ખાવાની આદત અને પોતાની ત્વચા પર ધ્યાન ન દેવાથી આવી મુશ્કેલીઓ સર્જાય છે. જો ગ્રીન ટી પીશો તો આ સમસ્યામાંથી તમને ઘણી રાહત મળી શકે છે અને તમે ઇચ્છો તો ઘરે જ કેટલાંક ફેસપેક બનાવી આ સમસ્યાને દૂર કરી શકશો. જાણીએ આવા ફેસપેક કયાં છે અને તે બનાવવાની રીત...

સફેદ ડાઘ દૂર કરવા માટેના ફેસપેક

1. બટર ફ્રુટ અને તજનું માસ્ક : વ્હાઇડહેડ્સ માટે બટર ફ્રુટ અત્યંત લાભદાયક છે. તેમાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ સીબમમાં વધી રહેલા બેક્ટેરિયાને રોકે છે અને ડાઘાથી મુક્તિ અપાવે છે. બટર ફ્રુટનો માવો કાઢી લઇ તેને તજના પાવડર સાથે મિક્સ કરી તમારા ચહેરા પર થોડા સમય સુધી મસાજ કરતા રહો. જ્યારે તે સૂકાઇ જાય ત્યારે ચહેરો ઠંડાપાણીથી ધોઇ લો. આનાથી વ્હાઇડહેડ્સની સાથે ખીલ અને ડાઘામાંથી પણ રાહત મળશે.

2. ઓરેન્જ પીલ, મધ અને લોટનું માસ્ક : સાઇટ્રસવાળા ફળોમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ રહેલા હોય છે. જ્યારે ઘઉં એક પ્રાકૃતિક સ્ક્રબ છે અને મધ ત્વચાને સુરક્ષિત કરી તેને કસી રાખે છે. આ પેસ્ટ બનાવીને ચહેરા પર ગોળાઇમાં લગાવો અને 15 મિનિટ પછી ધોઇ નાંખો.

3. દહીં, સાબુદાણા અને બદામ પાવડર : દહીંમાં સામાન્ય એસિડ હોય છે જે ચહેરાને સાફ કરે છે. સાબુદાણા અને દહીંને એકસાથે મિક્સ કરી પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો આનાથી ચહેરાના બંધ છિદ્રો ખુલી જશે. તો બદામ સ્ક્રબ તરીકે કામ કરે છે. જો તમે આ પેકને લગાવશો તો તમારી ત્વચા મોઇશ્ચ્યુરાઇઝ થવાની સાથે તે સ્વચ્છ બનશે અને તેનું સ્ક્રબિંગ પણ થશે.

4. સ્ટ્રોબેરી અને ટામેટાની પ્યૂરી : આના રસની ચહેરા પર થોડીવાર માલિશ કરવાથી ચહેરો એકદમ ખીલી ઉઠશે. આ લગાવ્યા બાદ ચહેરો ગરમ પાણીથી ધોઇ લો.

5. ફુદીનો અને પપૈયાના બીજ : આ મિશ્રણ ચહેરા માટે સ્ક્રબનું કામ કરે છે. સૌથી પહેલા પપૈયાના પલ્પમાં ફુદીનાને પીસી લો અને ધ્યાન રાખજો કે પપૈયાના બીજ પણ સાથે જ રહે. કારણ કે તેના બીજ સ્ક્રબનું કામ કરશે અને પપૈયું બેક્ટેરિયાને વધતા રોકશે જેનાથી તમારી ત્વચા સાફ અને ચમકીલી બનશે.

વેબદુનિયા પર વાંચો