હોઠ ચમકાવવાની ટિપ્સ

N.D
હોઠને ચમકાવવા માટે અપનાવો આ સરળ અને ઘરગથ્થુ ઉપાયો જેનાથી હોઠની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે.

- ગુલાબની પાંખડીને પીસીને તેમાં થોડું ગ્લિસરીન મેળવી લો .આ મિશ્રણને રોજ પોતાના હોઠ પર લગાડો,જેનાથી તેનું કાળાશ જલ્દી દુર થઇ જાશે પણ લિપસ્ટિક ન લગાવશો.

- હોઠને ફાટવાથી બચાવવા માટે રાતે સુતી વખતે સરસિયાના તેલને નવશેકું કરીને નાભિ પર લગાડો.

- જો તમારા હોઠ પર પોપડી જામી જતી હોય તો બદામના તેલને રાતે સુતા સમયે હોઠો પર લગાડો.

- જો તમારા હોઠ હંમેશા સુકા રહેતા હોય તો થોડી મલાઇમાં ચપટી હળદર લગાડીને હોઠો પર ધીમે ધીમે માલિશ કરો.

- દહીંના માખણમાં કેસર લગાડીને હોઠો પર ઘસવાથી તમારા હોઠ હંમેશા ગુલાબી રહેશે.

વેબદુનિયા પર વાંચો