ગાલ પરથી કાળાશ દુર કરવા એક ચમચી ટમેટા રસ, અડધી ચમચી લીંબુનો રસ, હળદર પાવડર એક ચપટી, થોડો ચણાનો લોટ મિક્સ કરી એક જાડુ પેસ્ટ બનાવો. ગાલ પર 10 મિનિટ માટે રહેવા દો . સૂકાતા પહેલાં ધીમે ધીમે મસળીને છોડાવો અને પાણીથી ધોઈ લો. થોડા દિવસ આવુ નિયમિત દિવસમાં એક વખત કરશો તો તમારા ત્વચા પર ગ્લો આવી જશે.
ત્વચાના ગ્લો માટે મહત્વપૂર્ણ છે કે તેને પુર્ણ પોષણ મળે. પછી એ શરીરના કોઇ પણ ભાગની ત્વચા કેમ ન હોય. ત્વચાના પોષણ માટે તમે પૌષ્ટિક ખોરાક જેવા કે લીલા શાકભાજી, ગ્રીન સલાડ વગેરેનો તમારા રોજીંદા ખોરાકમાં સમાવેશ કરશો તો તમારી ત્વચા ખીલી જશે.