દૂધ - જો તમારી ત્વચા ખૂબ જ તૈલી છે તો દૂધમાં એક આઇસ ક્યુબ નાખી ચેહરા પર લગાવો . આનાથી સ્કીનનું એક્સ્ટ્રા આઈલ દૂર થશે અને ચહેરો સ્વચ્છ લાગશે. આ સિવાય ,ઠંડા દૂધમાં હળદર મિક્સ કરી ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ધોઈ લો. ત્વચામાં ગ્લો આવી જશે.
કાકડી - કાકડી ત્વચા માટે ખૂબ જ સારી છે. કાકડીને કાપી રેફ્રિજરેટરમાં મૂકી દો અને તેને ઠંડી થયા પછી તમારી આંખો પર મૂકો. આનાથી તમારી આંખોને ઠંડક મળશે અને થાક દૂર થશે. આ આંખમાં ચમક લાવે છે. આંખો નીચે ડાર્ક સર્કલને દૂર કરવા કાકડીનો વપરાશ કરો. કાકડીના રસમાં રૂ પલાળી તેને ડાર્ક સર્કલ્સની જ્ગ્યાએ લગાવો અને 10-15 મિનિટ પછી હટાવી દો.આવું કરવાથી થોડા દિવસોમાં ડાર્ક સર્કલ્સ મટી જશે .