બ્યુટી ટીપ્સ-આ હોમમેઇડ ટીપ્સમાં છુપાયેલા છે સુંદરતાના રહ્સ્ય

શનિવાર, 26 જુલાઈ 2014 (17:26 IST)
દરેક સ્ત્રી  સુંદર દેખાવવા માંગે છે. . તે માટે બજારમાં મળતા મોંઘા પ્રોડેક્ટનો  ઉપયોગ કરે છે.પરંતુ ,શું  તમે  જાણો છો કે કેટલાક ઘરેલૂ  ઉપાયોથી પણ તમે સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકો છો.  
 
ફેબ્યુલસ ત્વચા 
 
ફેબ્યુલસ સ્કીન માટે બે ચમચી મસૂર દાળના લોટમાં ઘી અને દૂધ મિક્સ કરી લો. પછી આ ચેહરા ,ગરદન , અને હાથો પર લગાવો. સુક્યા પછી ધોઈ લો. તમારી ત્વચા ગ્લો કરશે. 
 
કરચલીઓ 
 
ચહેરાની  કરચલીઓ દૂર  કરવા માટે એરંડા તેલને દરરોજ તમારા ચહેરા પર લગાવો .આ કરચલીઓ પર અસર કરે છે અને ત્વચા નરમ થાય  છે. 
 
ડાઘા દૂર કરવા 
 
નિખરી બેદાગ ત્વચા માટે 5-10 મિનિટ કાચા બટાકાને ચહેરા પર ઘસવું . થોડા અઠવાડિયામાં તમારા ચહેરાના ડાઘા દૂર થશે .  
 
ચહેરા પર ગ્લો 
 
ચંદન તમારી ત્વચાને ઠંડક આપે છે. ચંદન પાઉડરમાં  હળદર પાવડર અને કાચા દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને ચહેરા પર લગાવો. અડધા કલાક પછી ચહેરો ધોઈ લો. થોડા અઠવાડિયામાં તમારા ચહેરા પર ગ્લો આવશે . 
 
ડાર્ક સર્કલ 
 
ડાર્ક સર્કલ દૂર કરવા માટે સંપૂર્ણપણે  ઊંઘ લેવી  .આ સિવાય કાકડીના  ટુકડાઓ પર આંખ પર રાખો.સૂતાં   પહેલાં આંખો  નીચે ડાર્ક સર્કલ પર  બદામ તેલ લગાવો. 
 

વેબદુનિયા પર વાંચો