પેક માટે મિન્ટ, દૂધ, કેસર કે નીમ પેકમાં એક-બે ચમચી રેડવાઇન મિકસ કરી તૈયાર મિશ્રણને ચેહરા પર લગાવો. પેક સુકાતા રેડવાઈનમાં સ્પંન્જને ભીજવી પેકને કાઢો. છેલ્લે ઇંડાની સફેદી ચહેરા પર લગાડવામાં આવે છે જેથી સ્કિન ટાઈટ થાય. આને પણ ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી રહેવા દો પછી વાઇન અને રોજ વાટર સ્પ્રેથી કાઢો. અંતે ચેહરા પર સન બ્લૉક ક્રીમ અથવા સન ક્રીમ લગાવવી . સન બ્લૉક અથવા ક્રીમ લગાડવાનું મુખ્ય કારણ છે રેડ ફેશિયલ પછી ચહેરો સૂર્યપ્રકાશ પ્રત્યે સંવેદનશીલ થઈ જાય છે . આવામાં સૂર્ય બર્નિંગ અને ટૈનિંગ થવાની શક્યતા હોય છે.